પહેલા વર્ષનાં સફળ આયોજન બાદ બીજા વર્ષે પણ મિ.ભરૂચ કાર્યક્રમ કલામંદિર જવેલસ પાસે આવેલ નિલકંઠ ઉપવન ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં ભરૂચ જિલ્લાનાં જીમ સંચાલકો દ્ધારા પોતાના જીમનાં બોડી બિલ્ડર્સને મેદાને ઉતાર્યા હતા. આ ટુનામેન્ટમાં ભરૂચ શહેર અને જિલ્લાનાં બોડી બિલ્ડર્સ ઉમેદવારોએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો તેઓની સાથે સાથે જીમનાં સંચાલકોએ પણ પોતાના જીમનું નામ જિલ્લામાં ગુંજે તેવી તનતોડ મહેનત કરી હતી.
તા.રપ મી ડિસેમ્બરનાં રોજ યોજાયેલ મિસ્ટર ભરૂચ કાર્યક્રમનું આયોજન નિલકંઠ ઉપવનમાં યોજાયો હતો જેમાં જુનિયર, સિનિયર, માસ્ટર–૧, માસ્ટર–ર અને શારીરિક ચેલેન્જનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભરૂચનાં બોડી બિલ્ડરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં માસ્ટર–૧ કેટેગરીમાં રેમ્બો જીમનાં સંચાલક ઈરફાન મલેકે પોતાની ઉમેદવારી નોંધાવી હતી જેમાં તેઓએ તનતોડ મહેન કરી પ્રથમ ક્રમ હાંસલ કર્યો હતો. તેઓની સાથે સાથે માસ્ટર–ર કેટેગરીમાં રેમ્બો જીમનાં ખુરશીદભાઈએ પણ પોતાની સિનિયર કેટેગરીમાં ઉમેદવારી નોંધાવી હતી. જેઓ જે કેટેગરીમાં રમવાના હતા તે કેટેગરીમાં ખુર્શીદભાઈને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. આ સાથે સાથે રેમ્બો જીમનાં સંચાલક દ્ધારા બીજા પણ હરીફ ઉમેદવારો ઉભા રાખવામાં આવ્યા હતા જેમાં 70 થી 75 k.g ની કેટેગરીમાં કરણ સોલંકી એ ભાગ લીધો હતો જેમાં કરણ સોલંકીનો ચોથો નંબર આવેલ હતો. રેમ્બો જીમ સંચાલક ઈરફાનભાઈ મલેક દ્ધારા જીમનાં તમામ સભ્યોને મેસેજ આપવામાં આવ્યો હતો કે હાર કે જીત તો જિંદગીનો હિસ્સો છે પણ ભાગ લઈને હારવું કે જીતવું એ મહત્વનું છે. આ સાથે સાથે રેમ્બો જીમનાં ત્રણ ઉમદેવારો જીત મેળવી તે બદલ પોતાની ખુશી વ્યકત કરી હતી.