સામાન્ય રીતે માનવીને ઋતુ પ્રમાણે કંઇકને કંઇક તકલીફોનો સામનો કરવો જ પડતો હોય છે, જેમ કે ચોસામાં વરસાદી માહોલનો, શિયાળામાં ઠંડીના ચમકારાનો તેમજ ઉનાળામાં ગરમીના પ્રકોપનો, આજ પ્રકારે પશુઓને પણ તકલીફ પડતી હોય તેવું આપણે નજરે જોઇએ છે, પરંતુ તેઓની આ તકલીફને સમજવાવાળા લોકો સમાજમાં ખૂબ ઓછા હોય છે. ભાગદોડવાળી જીવન શૈલીમાં આજે માણસને માણસ માટે સમય ન હોય તેમ જોવા મળતું હોય છે, તેવામાં ભરૂચના કે.જે પોલીટેક્નિક કોલેજના વિદ્યાર્થીઓ અને પત્રકાર મધુબેન જૈનની એક અનોખી પહેલ આજકાલ લોકોમાં પ્રશંસાનું કેન્દ્ર બની છે.
કોલેજના સ્ટુડન્ટ સાથે મળી મધુબેન જૈન દ્વારા એક ટિમ બનાવી ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી રખડતા શ્વાન માટે પોષ્ટિક ભોજન, તેઓના વિરામ સ્થળે સુવા માટે કોથળા મુકવા, તેમજ જો કોઈ શ્વાન બીમાર અથવા ઇજાગ્રસ્ત હોય તેઓની સારવાર કરવાની અનોખા સંકલ્પ સાથે તેઓની ટીમે કામગીરી શરૂ કરી છે.
ભરૂચ ખાતે આજરોજ પાંચ કિલોમીટરના વિસ્તારમાં આ ટિમ ફરી પ્રથમ શ્વાનના વિરામ સ્થળોનો સર્વે કરી તેઓની સારવાર, ભોજન અને રાત્રીના સમયે કોઇક વાહન આ શ્વાનોને અડફેટે ન લઇ લે માટે તેઓએ શ્વાનના ગળામાં રેડિયમ વાળા પટ્ટા પહેરાવવાનો નિર્ણય લઇ તમામ શ્વાન સારી રીતે પૃથ્વી પર પોતાનું જીવન વિટાવી શકે તે માટે નો સંકલ્પ લઇ પોતાની સેવા આ ટિમના સભ્યો સ્વૈચ્છિક રીતે આપી રહ્યા છે, મહત્વનું છે કે મધુબેન જૈન અને તેમની સંસ્થા અન્ય ઇજાગ્રસ્ત પશુઓ ની પણ સારવાર અત્યાર સુધી કરતા આવ્યા છે, જે બાદ હવે તેઓએ શ્વાન પ્રત્યે પણ આ પ્રકારની અનો સેવા આપવાનો નિર્ણય કર્યો છે.
હારુન પટેલ : ભરુચ