૩૧ ડિસેમ્બર પહેલા ભરૂચ પોલીસ સતર્ક બની છે, જિલ્લામાં નશાનો વેપલો કરતા તત્વો સામે સતત પોલીસ વિભાગે લાલઆંખ કરી છે. જિલ્લામાં વિવિધ સ્થળે દરોડાઓમાં લાખોની કિંમતનો શરાબનો જથ્થો ઝડપાઇ રહ્યો છે, તેવામાં ભરૂચ એ ડિવિઝન પોલીસે પણ લાખોની કિંમતનો શરાબનો જથ્થો ઝડપી પાડ્યો છે.
ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકના કર્મીઓને મળેલ બાતમીના આધારે દાંડીયાબજાર વિસ્તારમાં આવેલ લોઢવાડના ટેકરા વિસ્તારમાં દરોડા પાડયા હતા, જે દરમિયાન પોલીસે વિદેશી શરાબની નાની-મોટી બોટલો અને બિયરના ટીન મળી ૬૭૦ નંગ બોટલો ઝડપી પાડી હતી તેમજ મામલે બુટલેગર રાહુલ કિશોર કાયસ્થ રહે. દાંડિયા બજાર નાને ઝડપી પાડ્યો હતો, અને અન્ય બે ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા છે.
એ ડિવિઝન એક ફોર વ્હીલ કાર, મોબાઈલ ફોન સહિત શરાબનો જથ્થો મળી કુલ ૬,૭૮,૫૧૦ નો મુદ્દામાલ કબ્જે કરી સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા નશાનો વેપલો કરતા બુટલેગરોમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.
હારુન પટેલ : ભરુચ