ચીન સહિતના અનેક દેશોમાં કોરોનાના કેસોમાં ધરખમ વધારો નોંધાઈ રહ્યો છે, હોસ્પિટલોમા જ્યાં જગ્યા મળે ત્યાં હાલના સંજોગોમાં લોકો સારવાર લેવા મજબૂર બન્યા છે ત્યારે પાડોશી દેશોમાં કોરોનાના તાંડવને જોઇ હવે ભારત સરકાર પણ સતર્ક બન્યું છે, દેશના અલગ અલગ રાજ્યોમાં કોરોના સંક્રમણ ફરી એક વાર ન વધે તે માટે જરૂરી માર્ગદર્શન સાથે રાજ્ય સરકારોને સૂચનાઓ અપાઈ રહી છે.
ગુજરાતમાં પણ કોરોના મહામારી સામે સતર્કતા દાખવવાના સૂચનો જે તે જિલ્લાના આરોગ્ય વિભાગોને આપવામાં આવી રહ્યા છે. જો સંજોગો વસાત કોરોના દસ્તક આપે તો તેની સામે પૂરતી તૈયારીઓ રાખવા અંગેના સૂચનો આપી દેવામાં આવ્યા છે. ભરૂચ આરોગ્ય વિભાગ દ્વારા પણ જે તે સેન્ટરો ઉપર ટેસ્ટિંગ પક્રિયા સહિતની બાબતોને લઇ એલર્ટ મૉડ ઉપર જોવા મળી રહ્યા છે.
ભરૂચ જિલ્લામાં કોરોના સંક્રમણનો છેલ્લો કેસ નવેમ્બર માસમાં સામે આવ્યો હતો. હાલમાં જિલ્લામાં એક પણ એક્ટિવ કેસ સામે આવ્યો નથી, જોકે તંત્ર દ્વારા કોરોનાને ઠાર કરવાની તમામ તૈયારીઓ અત્યારથી જ શરૂ કરવામાં આવી છે, તેમજ ઉચ્ચ વિભાગો તરફથી મળી રહેલ એડવાઇઝરી મુજબ કામકાજ શરૂ કરી દેવામાં આવ્યું છે. હોસ્પિટલ, ટેસ્ટિંગ સેન્ટર સહિતના સ્ટાફને પણ મામલે એલર્ટ રહેવા અંગેના સૂચનો અપાઇ ચુક્યા છે.
હારુન પટેલ : ભરુચ