Proud of Gujarat
INDIAFeaturedGujarat

મોબાઈલ અને બાઇક લૂંટના ગુન્હામાં ત્રણ આરોપીઓને પાનોલી પોલીસે ઝડપી પાડયા.

Share

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના પાનોલી વિસ્તારમાં આવેલ સકાટા ચોકડી લાસે મોબાઈલ અને મોટરસાઇકલ લૂંટને અંજામ આપવામાં આવ્યો હતો. ડીઓ બાઇક લઇ પસાર થઇ રહેલ મંજુબેન પરમારને વચ્ચે જ આંતરી લઇ તેઓ પાસેથી મોબાઇલ ફોન અને બાઇક લઇ ત્રણ ઈસમો ભાગી રહ્યા હતા દરમિયાન મંજુબેને અન્ય મોટરસાયકલની મદદથી તમામ આરોપીઓનો પીછો કર્યો હતો, ત્યારબાદ તેઓએ આરોપીઓની બાઇકને ટક્કર મારતા તમામ ઈસમો નીચે પટકાયા હતા.

જે બાદ તમામ ઇસમોને પકડવાના પ્રયાસ કરવામાં આવતા તેઓએ મંજુબેન સાથે ઝપાઝપી કરી તેઓને ચપ્પુ બતાડી ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી મોટરસાયકલ અને મોબાઈલ લઇ ફરાર થયા હતા,જે અંગેની ફરિયાદ પાનોલી પોલીસ મથકે નોંધાતા પોલીસે ગણતરીના કલાકોમાં જ લૂંટને અંજામ આપનારા ત્રણેય લૂંટારુઓને ઝડપી પાડયા હતા.

Advertisement

પાનોલી પોલીસે મામલે (૧) રાહુલ કુમાર ઉર્ફે કાલુ જીતેન્દ્ર ભાઈ વસાવા રહે કોસંબા,સુરત (૨) કિશન કુમાર ભરતસિંહ ચૌહાણ રહે,કોસંબા,જી સુરત તેમજ મિતેશકુમાર ઉર્ફે બીજલી વસાવા નાઓની ધરપકડ કરી તમામ પાસેથી મોટરસાયકલનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

હારુન પટેલ : ભરુચ


Share

Related posts

વડતાલ ધામમાં રંગોત્સવની ઉજવણી કરાઇ, હરીભક્તોએ રંગોત્સવનો લાભ લઇ ધન્યતા અનુભવી

ProudOfGujarat

માંગરોળ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા 45 દિવસ સુધી ટ્રાફિકનો દંડ ન વસૂલવા કલેકટરને આવેદનપત્ર આપી રજુઆત કરી.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકા ભારતીય કિશાન સંઘ દ્વારા ખેડૂતોની વિવિધ સમસ્યાઓની રજુઆત કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!