31 ડિસેમ્બર એટલે વર્ષના અંતને વિદાય અને કેલેન્ડરમાં નવા વર્ષને આવકારવા શરાબના શોખીનો થનગની રહ્યા હોય તેમ લાગી રહ્યું છે, ભરૂચ જિલ્લામાં પણ દારૂની રેલમછેલ થાય પહેલા જ પોલીસ વિભાગ એક્શનમાં જોવા મળી રહ્યું છે, જેમાં છેલ્લા 24 કલાકમાં જ લાખોની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી શરાબનો જથ્થો પોલીસ વિભાગે ઝડપી પાડી બુટલેગરોના નાપાક મનસૂબા પર પાણી ફેરવ્યુ છે.
ભરૂચ ક્રાઇમ બ્રાંચના કર્મીઓ અંકલેશ્વરની વાલિયા ચોકડી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમિયાન મળેલ બાતમીના આધારે સુરત તરફથી આવેલ સફેદ કલરની કીયા કારને શંકાના આધારે રોકી તેમાં તલાશી લેતા ભારતીય બનાવટનો વિદેશી શરાબનો જથ્થો મળી આવ્યો હતો. ક્રાઇમ બ્રાંચે મામલે અલગ અલગ બ્રાન્ડની શરાબની કુલ ૧૨૩ નંગ બોટલો કબ્જે કરી છે.
ભરૂચ ક્રાઇમ બ્રાંચે મામલે કારમાં સવાર ત્રણ જેટલા ઈસમો (૧) સુરેશભાઈ મનસુખભાઇ દવે રહે,રિધ્ધિ સિધ્ધિ એપાર્ટમેન્ટ અંકલેશ્વર (૨) નીતિનભાઈ કિશનભાઇ કુરિલ રહે,જલધારા ચોકડી અંકલેશ્વર તેમજ (૩) વિષ્ણુભાઈ ભિલારે રહે,જીઆઇડીસી અંકલેશ્વર નાઓને ઝડપી પાડી કુલ ૧૧,૦૬,૭૩૦ નો મુદ્દામાલ કબ્જે કરી મામલે તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
હારુન પટેલ : ભરુચ