Proud of Gujarat
INDIAFeaturedGujarat

પાલેજની ખાનગી કંપનીની દીવાલમાં બાકોરું પાડી લાખોના મત્તાની ચોરીને અંજામ આપનાર રીઢા તસ્કરો આખરે પોલીસ સકંજામાં આવ્યા.

Share

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના પાલેજ વિસ્તારમાં આવેલ બંધ પડેલ સ્ટિલકો ગુજરાત કંપનીના સ્ટોર રૂમમાંથી ૨૩૫ પ્રકારની બેરિંગો, સ્ટેલ્સ સ્ટીલના બુસ-આર્મ અન્ય એસ.એસ ની વસ્તુઓ કટરો, ઇલેક્ટ્રિકલ કેબલ તથા અન્ય ઇલેક્ટ્રિક સ્પેર પાર્ટ વિગેરે મળી કુલ ૩૩ લાખ ઉપરાંતની અત્યાર સુધીમાં ચોરી થઇ હોવાની ફરિયાદ પાલેજ પોલીસ મથકે નોંધાઈ હતી.

જે બાદ પાલેજ પોલીસ વિભાગ અને ભરૂચ ક્રાઇમ બ્રાંચે ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી સમગ્ર ગુનાનો ભેદ ઉકેલવાના પ્રયાસો હાથ ધર્યા હતા જે દરમિયાન સમગ્ર ઘટનાને રાજુ ઉર્ફે રામજીવન રામસબદ વિશ્વકર્મા નાઓએ અન્ય ઈસમો સાથે મળી ઘટનાને અંજામ આપ્યો હોય તેમ માલુમ પડ્યું હતું અને ફરીવાર પાલેજ તરફ તે આવનાર હોય પોલીસે તેની ધરપકડ કરી સઘન પૂછપરછ હાથધરી હતી.

Advertisement

પોલીસની પૂછપરછમાં સ્ટીલકો કંપનીમાં અવારનવાર રાજુ ઉર્ફે રામજીવન રામસબદ વિશ્વ કર્મા અને તેના સાગરીતો દ્વારા ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાની તેણે કબૂલાત કરતા પોલીસે રીઢા તસ્કરો (૧) રાજુ ઉર્ફે રામજીવન રામસબદ વિશ્વ કર્મા (૨) અનિશકુમાર દશરથ મહતો (૩) આકાશ કુમાર દિનેશ સિંહ મહતો (૪) જ્ઞાનચંદ રામધની રાવ અને (૫) ઉમેશ કુમાર રાજેન્દ્ર પ્રસાદ નાઓની સાથે ચોરીનો મુદ્દામાલ રાખનાર અશોક લાલારામ પુરોહિત રહે જીતાલી અંકલેશ્વર નાની ધરપકડ કરી તમામ આરોપીઓ પાસેથી ૨૬,૪૦,૭૨૮,૮૪ નો મુદ્દામાલ રિકવર કરી અન્ય ઇસમોને વોન્ટેડ જાહેર કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

હારુન પટેલ : ભરુચ


Share

Related posts

સિવિલ હોસ્પિટલ ખાતે પણ વીજના ધાંધિયા દર્દીઓ હેરાન પરેશાન ….

ProudOfGujarat

અંકલેશ્વરની જન સેવા હી પ્રભુસેવા ગૃપ દ્વારા લોકોને અનાજ કીટની મદદ સહિત પરપ્રાંતિયોને વતન મોકલવાની વ્યવસ્થા કરવામાં આવે છે.

ProudOfGujarat

વિરમગામ નજીક વડલા ગામે શ્રી સમસ્ત તળપદા કોળી પટેલ સમાજ સુઘારણા મંડળ આયોજીત મહાસંમેલન યોજાયુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!