ભરૂચ તાલુકાના ટંકારીયા સ્થિત સેવાભાવી સંસ્થા શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા નિશુલ્ક આરોગ્ય નિદાન શિબિર યોજાઇ હતી સાથે સાથે વિદેશથી માદરે વતન પધારેલા બિન નિવાસી ભારતીયોનો સન્માન સમારોહ પણ યોજાયો હતો. મદની શીફાખાના (શૈખુલ ઈસ્લામ ટ્રસ્ટ ટંકારીઆ સંચાલિત) તથા બરોડા હાર્ટ એન્ડ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ભરૂચના સંયુક્ત ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું હતુ.સવારે ૧૦ થી ૧ વાગ્યા દરમ્યાન ટંકારીઆ મદની શીફાખાનામાં નિશુલ્ક આરોગ્ય નિદાન શિબિર યોજાઈ હતી.
જેમાં બરોડા હાર્ટ હોસ્પિટલ અને ટ્રાય કલર હોસ્પિટલ્સ વડોદરાના નિષ્ણાંત કાર્ડિયોલોજિસ્ટ (ડૉ. હુસેન ભાટીયા હૃદય રોગના નિષ્ણાંત) અને (ડૉ.મહંમદ મોહસીન રખડા ફિઝિશિયન )નિઃશુલ્ક સેવા પ્રદાન કરી હતી. આ કેમ્પમાં ગામ તથા પરગામના આશરે ૧૦૦ થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો. સાથે સાથે વિદેશથી પધારેલ ટંકારીયા ગામના વતનીઓનો સન્માન વિધિ પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો જેમાં વિદેશથી પધારેલ મહેમાનોનું શૈખુલ ઈસ્લામ ટ્રસ્ટ તરફથી ફૂલહાર વિધિ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
આયોજિત કાર્યક્રમમાં ગામના એન.આર.આઈ. ભાઈઓ ઉપરાંત સરપંચ ઝાકીર ઉમતા તથા સામાજિક કાર્યકર અબ્દુલ્લાહ કામઠી, સામાજિક કાર્યકર મુસ્તુફાભાઈ ખોડા, ઉસ્માન લાલન, નાસિર લોટીયા, યુસુફ જેટ તથા ગ્રામ જાણો હાજર રહ્યા હતા. આ કેમ્પને સફળ બનાવવામાં ટ્રસ્ટના પ્રમુખ મુસ્તાક બાબરીયા, ઇલ્યાસ જંગારિયા, અઝીઝ ભા તથા ટ્રસ્ટના તમામ હોદ્દેદારોએ ખડેપગે સેવાઓ આપી હતી.
યાકુબ પટેલ, પાલેજ