ભરૂચ તાલુકાના પારખેત ગામ નજીક આવેલી બાવા રુસ્તમ ર.અ.ની દરગાહ શરીફ પર ઉર્સ શરીફની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે દરગાહ શરીફના સંચાલકો દ્વારા દરગાહને ઝાકમઝોળ રોશનીથી શણગારવામાં આવી હતી. દરગાહ શરીફ પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ હતી. દરગાહ શરીફ પર ફૂલ ચાદર અર્પણ કરાઈ હતી. સાથે સાથે ફાતેહા ખ્વાની અને સલાતો સલામ પેશ કરવામાં આવી હતી. દેશ અને દુનિયામાં અમન અને શાંતિ રહે એ માટે વિશેષ દુઆ ગુજારવામાં આવી હતી. સંદલ શરીફ તેમજ ઉર્સ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડયા હતા. શ્રદ્ધાળુઓએ પણ દરગાહ શરીફ પર પુષ્પો અર્પણ કરી દુઆ ગુજારી હતી. ઉર્ષ પ્રસંગે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતો દરગાહ શરીફના પ્રાગણમાં રમકડાં, ખાણી પીણી, મીઠાઈ, નાસ્તાના સ્ટોલ પણ જોવા મળ્યા હતા. ઉર્સ પ્રસંગે ન્યાજનો કાર્યક્રમ પણ યોજાયો હતો. ઉર્ષના દિવસે રાત્રે કવ્વાલીના પોગ્રામનું પણ આયોજન કરાયું હતું. શ્રદ્ધાળુઓએ દરગાહ શરીફ પર હાજરી આપી ધન્યતા અનુભવી હતી.
યાકુબ પટેલ, પાલેજ
ભરૂચ : હજરત બાવા રુસ્તમ ર.અ.ના 612 માં ઉર્સની શાનદાર ઉજવણી કરાઈ.
Advertisement