Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાકિસ્તાનના વિદેશ મંત્રીએ PM મોદીને કસાઈ કહેતા ભરૂચ જિલ્લા ભાજપનો ઉગ્ર વિરોધ, પૂતળા દહન કરાયું.

Share

પાકિસ્તાનના વિદેશ મંત્રીએ ભારતના પ્રધાનમંત્રી વિરૂદ્ધમાં એક વિવાદિત નિવેદન આપતા જ તેના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર દેશમાં પડ્યા છે. પાક,વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો એ એક નિવેદનમાં PM મોદીને કસાઈ કહેતા પાક. ના વિદેશ મંત્રી સામે દેશભરમાં ઉગ્ર વિરોધ પ્રદર્શનો થવાના શરૂ થયા છે.

આજરોજ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ સ્થળે પાક ના વિદેશ મંત્રી સામે ઉગ્ર દેખાવો કર્યા હતા અને પાક ના વિદેશ મંત્રી દુનિયા સમક્ષ પી.એમ મોદીની માફી માંગે તે પ્રકારની માંગ કરવામાં આવી હતી. ભરૂચ ખાતે પણ કલેક્ટર કચેરી નજીક ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ પાક વિદેશ મંત્રી સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાયું હતું તેમજ પૂતળા દહન કરાયું હતું.

આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય રમેશભાઇ મિસ્ત્રી સહિત શહેર અને જિલ્લા ભાજપના આગેવાનો અને કાર્યકરોએ ઉપસ્થિત રહી પાક વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોના નિવેદન મામલે પાકિસ્તાન માફી માંગે માંગેના નારા લગાવી બિલાવલ ભુટ્ટોના પૂતળાનું દહન કરી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

હારુન પટેલ : ભરુચ

Advertisement

Share

Related posts

વડોદરા : હલદરવા ગામના પત્રકાર હનીફભાઇ પટાલાનું દુઃખદ અવસાન…

ProudOfGujarat

ઝઘડીયા અને નેત્રંગ તાલુકાના ગ્રામ્ય રસ્તાઓ માટે ૮.૫૦ કરોડની ફાળવણી કરાઇ.

ProudOfGujarat

પાલેજ ખાતે બહુજન સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષા કુમારી માયાવતીના ૬૪ માં જન્મદિવસની ઉજવણી કરાઇ હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!