ભરૂચ કોર્ટ ખાતે ગતરોજ ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા ભરૂચ ડિસ્ટ્રિક બાર એસોસિએશનની ચૂંટણી યોજવામાં આવી હતી, જેમાં 767 પૈકી 653 ધારાશાસ્ત્રીઓએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું. બેલેટ પેપરથી યોજાયેલ આ ચૂંટણીમાં મોડી સાંજે મતગણતરી પૂર્ણ થઇ હતી, જેમાં પ્રમુખ તરીકે પ્રદ્યુમન સિંધા તેમજ ઉપ પ્રમુખ તરીકે તરીકે નદીમ શેખ વિજેતા જાહેર થતા જ સમર્થકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો, તેમજ પેનલના વિજેતા ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવી હતી.
ભરૂચ બાર કાઉન્સિલની ચૂંટણીમાં પ્રમુખ પદ માટે પ્રદ્યુમન સિંધા અને એ.બી સિપાઇ એ ઉમેદવારી નોંધાવી હતી જેમાં ધારાશાસ્ત્રીઓ દ્વારા ઉત્સાહભેર 653 જેટલું મતદાન કર્યું હતું જે પૈકી પ્રદ્યુમન સિંહ અજિતસિંહ સિંધાને 334 જેટલા મત મળતા તેઓ વિજેતા જાહેર થયા હતા, આ ઉપરાંત ઉપ પ્રમુખ માટે ભરત ચાવડા, હિરેન પટેલ, વી એન ભરવાડ તથા નદીમ શેખે દાવેદારી કરી હતી, તેમજ ટ્રેઝરર માટે 2 લોકોએ ઉમેદવારી નોંધાવી હતી, સાથે જ કમિટી સભ્યો માટે 24 લોકોએ ઉમેદવારી નોંધાવી હતી.
આમ ભરૂચ વકીલ બાર એસોસિએશનના સભ્યોને ચૂંટવા માટે સવારથી જ ધારાશાસ્ત્રીઓએ ઉત્સાહ બતાડી 767 વકીલ સભ્યો પૈકી 653 સભ્યોએ મતદાન કરી પોતાના ચાહિતા ઉમેદવારને મત આપી તેઓને વિજેતા બનાવ્યા હતા.
હારુન પટેલ : ભરુચ