Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાગરા બેઠક પર સતત ત્રીજી વખત વિજેતા થયેલ ધારાસભ્ય અરુણસિંહ રણાનું વિવિધ સહકારી સંસ્થાઓ દ્વારા કરાયું સન્માન.

Share

વિધાનસભાની ચૂંટણીમાં વાગરા બેઠક પર સતત ત્રીજી વખત વિજેતા થયેલ ભાજપના ધારાસભ્ય અરુણસિંહ રણાનું જિલ્લાની વિવિધ સહકારી સંસ્થાઓ દ્વારા વિશેષ સન્માન કરાયું હતું.

ભરૂચ જિલ્લામાં સહકારી ક્ષેત્રે દબદબો ધરાવતા અને ભરૂચ ડિસ્ટ્રિક્ટ કો.ઓ.બેન્કના છેલ્લા 22 વર્ષોથી ચેરમેન તરીકે સેવા આપતા અરુણસિંહ રણા વિધાનસભાની ચૂંટણીમાં સતત ત્રીજી વખત ભાજપમાંથી વિજેતા થતા સહકારી ક્ષેત્રે આનંદ છવાયો હતો. શુક્રવારના રોજ ભરૂચ ડિસ્ટ્રિક્ટ કો.ઓ.બેન્કની બોર્ડ મિટિંગ યોજાઈ હતી. જેમાં જિલ્લાની વિવિધ સહકારી સંસ્થાઓના પ્રતિનિધિઓએ ધારાસભ્ય અરુણસિંહ રણાનું વિશેષ સન્માન કર્યું હતું. ભરૂચ ડિસ્ટ્રિક્ટ કો.ઓ. બેન્કના વાઇસ ચેરમેન કરશનભાઇ પટેલ, મેનેજીંગ ડિરેકટર અજયસિંહ રણા અને બોર્ડ ઓફ ડિરેક્ટરો તથા કર્મચારીઓએ હારતોરા કરી ધારાસભ્ય અરુણસિંહ રણાને સન્માનિત કર્યા હતા. ભરૂચ જિલ્લા કોટન માર્કેટિંગ યુનિયનના ચંદ્રકાંતભાઈ પટેલ, ભરૂચ જિલ્લા સહકારી સંઘના પ્રમુખ જેન્તીભાઈ પટેલ અને મંત્રી રવિન્દ્રસિંહ રણા, ભરૂચ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘના પ્રમુખ દિલીપભાઈ પટેલ, ભરૂચ તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ હરેશભાઇ પટેલ અને ભરૂચ જિલ્લા કો.ઓ.ક્રેડિટ સોસાયટી ફેડરેશનના ફાઉન્ડર પ્રમુખ રજનીકાંત રાવલે ધારાસભ્ય અરુણસિંહ રણાને હાર પહેરાવી સન્માનિત કરી શુભેચ્છાઓ આપી હતી.

Advertisement

Share

Related posts

માંગરોળ : વાંકલ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા NCP બિનચેપી રોગોનું સ્કેનિંગ કાર્યક્રમ ચાલી રહ્યો છે.

ProudOfGujarat

વાલીયા એપીએમસીની ચૂંટણી પ્રક્રિયા સામે ગંભીર આક્ષેપો કરી ચૂંટણી રદ કરવા અરજદારોએ અપીલ દાખલ કરી

ProudOfGujarat

માંગરોળ : વાંકલની સરકારી વિજ્ઞાન કોલેજમાં રાત્રિ દરમિયાન આકાશ દર્શન કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!