Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ એલસીબી એ ઉમલ્લા પોલીસ મથકના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપી લીધો.

Share

ભરૂચ જીલ્લા એલસીબીની ટીમે ઉમલ્લા પોલીસ મથકમાં નોંધાયેલ ગુના હેઠળ ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી લીધો હતો. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર ઉચ્ચ અધિકારીઓ તરફથી જીલ્લાના તમામ પોલીસ મથકોમાં નોંધાયેલ ગુનાઓ હેઠળ નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા સુચના આપવામાં આવેલ. તે અંતર્ગત ભરૂચ જીલ્લા એલસીબીની ટીમે ઉમલ્લા પોલીસ મથકમાં નોંધાયેલ ગુના હેઠળ ત્રણ વર્ષથી ફરાર આરોપીને રાજપારડી ચાર રસ્તા નજીકથી ઝડપી લીધો હતો. ચેતન જયંતી વસાવા રહે.ગામ ડભાલ, તા.ઝઘડિયા, જી.ભરૂચના ૨૦૧૯ ના વર્ષમાં સાગર પટેલ નામના ઇસમનું અપહરણ કરીને પૈસાની માંગણી કરવાના ગુનામાં સંડોવાયેલ હતો. આ ગુના અંતર્ગત કુલ ચાર આરોપીઓ પૈકી અગાઉ ત્રણ આરોપી ઝડપાઇ ગયેલ હતા, જ્યારે ચેતન પોલીસ પકડથી દુર રહીને છેલ્લા ત્રણ વર્ષથી ફરાર હતો. ભરૂચ એલસીબીની ટીમે પોતાને મળેલ બાતમી મુજબ આ ત્રણ વર્ષથી ફરાર આરોપીને રાજપારડી ખાતેથી ઝડપી લઇને આગળની કાર્યવાહી માટે રાજપારડી પોલીસને સોંપ્યો હતો.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ

Advertisement

Share

Related posts

ગુજરાતમાં ધોરણ 10 ના પરિણામ તૈયાર કરવાની જવાબદારી સ્કૂલોની પણ સ્કૂલે ગેરરીતિ કરી તો કાર્યવાહીથી નહીં બચી શકે…

ProudOfGujarat

ભરૂચ : જન શિક્ષણ સંસ્થાન ખાતે વિશ્વયુવા કૌશલ દિવસની શાનદાર ઉજવણી કરાઈ.

ProudOfGujarat

જંબુસરના દોઢગાવ આંબા વિસ્તારમાં સ્ટેટ મોનેટરીંગ સેલના દરોડા દરમિયાન દેશી દારૂ સાથે ચાર આરોપી ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!