ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ સર્વનમન વિદ્યામંદિર આજકાલ ચર્ચાનું કેન્દ્ર બની છે, આ રેસિડેન્સીલ સ્કૂલમાં વિદ્યાર્થીઓ રડતા થતા જ કરુણ દ્રશ્યો સર્જાયા હતા. 17 વર્ષથી ફરજ બજાવતી સાધ્વી બહેનોને બદલવા સામે 450 વિદ્યાર્થીનીઓ પરીક્ષા ટાણે જ શાળા છોડવા મજબૂર બન્યા છે.
અચાનક વિદ્યામંદિરમાં અભ્યાસ લેતા વિદ્યાર્થીઓએ પરિવારજનોને રડતા મોઢે ફોન કોલ કરી વિદ્યા મંદિરમાં ઉભા થયેલા વિવાદ અંગેની જાણકારી આપતા જ રાજ્યભરમાંથી વાલીઓએ વિદ્યા મંદિર ખાતે આવવા માટેની દોડ મૂકી હતી, તેમજ મેનેજમેન્ટ સાથે ઉગ્ર બોલાચાલી પર ઉતરી આવતા આખરે સી ડિવિઝન પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો.
વિદ્યાર્થીઓએ સાધ્વી બહેનોની બદલીનો વિરોધ કર્યો હતો, તેમજ નવા સ્ટાફની એન્ટ્રી સામે પણ રોષ વ્યક્ત કર્યો હતો જે બાદ ટ્રસ્ટીઓ અને મેનેજમેન્ટ દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે ચર્ચાઓ કરી યોગ્ય બાંહેધરી આપતા અંતે મામલો થાળે પડ્યો હોવાનું સામે આવ્યું છે.
હારુન પટેલ : ભરુચ
મો. : 99252 22744