Proud of Gujarat
INDIAFeaturedGujarat

તંત્ર એલર્ટ-અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન સર્જાતા દહેજ બંદરે ૧ નંબરનું સિગ્નલ એલર્ટ અપાયું.

Share

રાજ્યના કેટલાય ભાગોમાં જ્યાં ઋતુનો મિજાજ કેટલાક દિવસથી સતત બદલાતો નજરે પડી રહ્યો છે. ભરૂચ જિલ્લાની વાત કરવામાં આવે તો જ્યાં રાત્રી ઠંડીની અસર બપોરે ગરમીની અસર તો કેટલાક ભાગોમાં કમોસમી વરસાદી માહોલ વરસવાની બાબતે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે, તેમજ બદલાતા મોસમના મિજાજના કારણે તાવ, શરદી, માથાના દુઃખાવા થવા જેવી બાબતો પણ વધતી સામે આવી રહી છે.

તેવામાં હવે અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન સર્જાતા ભરૂચ જિલ્લાનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્ર સતર્ક બન્યું છે, તેમજ દહેજ બંદર ખાતે ૧ નંબરનું એલર્ટ સિગ્નલ જાહેર કરી માછીમારોને દરિયો ન ખેડવાના સૂચનો આપવા સાથે દરિયા કાંઠે ન જવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે.

અરબી સમુદ્રમાં સર્જાયેલ ડીપ ડિપ્રેશનના કારણે ભારે પવન સાથે વરસાદની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે, મોસમના બદલાતા મિજાજ અને કમોસમી વરસાદી માહોલ વચ્ચે ધરતી પુત્રોની ચિંતામાં પણ વધારો થયો છે. તેમજ મગ, તુવેર, કપાસ સહીતની શકભાજીનો પાક લેતા ખેડૂતોને નુકશાનીનો ભય વર્તમાન સ્થિતિ બાદથી સતાવી રહ્યો છે.

Advertisement

હારુન પટેલ : ભરુચ
મો. : 99252 22744


Share

Related posts

અંકલેશ્વર ના રાજપીપલા ચોકડી પાસે કેમિકલ વેસ્ટ ભરેલ દ્રમ માંથી લીકેજ થતા સ્થાનિકોએ ટ્રક રોકી

ProudOfGujarat

કરજણ તાલુકાના ઓઝ ગામનાં પાટીયા પાસે શેરડી ભરેલી ટ્રક પલટી ગઈ સદનસીબે ટ્રક ચાલકનો બચાવ.

ProudOfGujarat

ભરૂચ એપીએમસી યાર્ડમાં વરસાદના કારણે દુકાનની દિવાલ પડી જતા કિસાન સંઘ દ્વારા ભ્રષ્ટાચારી વિરુદ્ધ યોગ્ય પગલાં લેવા માંગ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!