ભરૂચ નગરમાં શિયાળાની શરૂઆત થતા જ મચ્છરોની ફૌજ ઉતરી પડતા શહેરીજનો ત્રાહિમામ પોકારી રહી છે ત્યાં જ ભરૂચ નગરપાલિકામાં ફોગીંગ મશીન ધૂળ ખાઈ રહ્યા છે. નગરપાલિકા ફોગીંગ કરવામાં, દવાનો છંટકાવ કરવામાં અને સાફ-સફાઈમાં સદંતર નિષ્ફળ નીવડી છે તેઓ આક્ષેપ આજરોજ વિપક્ષના સભ્યોએ કર્યો હતો.
ભરૂચ શહેરમાં મચ્છરોના ત્રાસની ફરિયાદ ઉઠતા વિપક્ષના નેતા સમશાદ અલી સૈયદ અને દંડક હેમેન્દ્ર કોઠીવાલા દ્વારા મેલેરિયા વિભાગમાં મુલાકાત લેતા મશીનો ધુળ ખાતા નજરે પડ્યા હતા. જ્યાં ભરૂચમાં 16 હેન્ડ ફોગીગ મશીનમાંથી માત્ર 8 મશીનો ચાલુ નજરે પડયા હતા તેમજ નગરપાલિકા દ્વારા ફોગીંગ માટે પૂરતા માણસો ફાળવવામાં ન આવતા 8 મશીન બંધ છે. અને 3 મોટર વ્હીકલ(ગાડી) મશીન ડ્રાઈવર ન હોવાના કારણે શહેરમાં ફોગીગ નથી થઈ રહ્યું તેમ જાણવા મળ્યું હતું.
શિયાળાની શરૂઆત બાદ ઠંડીનો પ્રકોપ વધતા જ મચ્છરોનો ઉપદ્રવ વધવાનું શરૂ થયું છે ભરૂચ શહેરના લોકો હાલ તો મચ્છરોના ત્રાસથી ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે જ્યારે આ મચ્છરોના ત્રાસમાંથી મુક્તિ આપવા માટે ભરૂચ નગરપાલિકાની જવાબદારી છે જેમાં મચ્છરોના નાશ માટે ફોગીંગ મશીન થકી દરેક વોર્ડની ગલીઓમાં મચ્છર નાસદ ધુમાડા છોડવા જરૂરી છે.
હાલ ભરૂચ નગરપાલિકામાં જે ફોગીંગ મશીનનો છે તે શોભાના ગાંઠિયા બની ગયા છે કેમ કે ફોરવ્હીલ ઉપર ફોગીંગ મશીન છે પરંતુ ગાડી ચલાવનાર ડ્રાઇવર નથી ડ્રાઇવર ના હોવાથી મશીન શોભાના ગાંઠિયા બની ગયા છે જયારે હેન્ડ ફોગીંગ મશીન 16 છે જેમાંથી 8 જેટલા મશીન કામ કરી રહ્યા છે જ્યારે મેલેરીયા વિભાગને મશીન ઓપરેટીંગ માટે કર્મચારીઓ ફાળવવામાં નથી આવતા આ 8 હેન્ડ ફોગીંગ મશીન પણ ધૂળ ખાઈ રહ્યા છે જ્યારે ભરૂચ નગરપાલિકાએ મચ્છરોના નાશ માટે આગોતરા આયોજન કરવાનું હોય છે પરંતુ તેઓએ આગોતરું આયોજન ન કરતા હવે શહેરીજનોને મચ્છરોનો ત્રાસથી ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે.
મચ્છરોના ત્રાસથી મુક્તિ આપવા માટે ભરૂચ નગરપાલિકાના અધિકારીઓ પદાધિકારીઓ ક્યારે જાગશે? લાખો રૂપિયાના ફોગિંગ મશીન ધૂળ ખાવા માટે લાવવામાં આવ્યા છે કે પછી શહેરીજનોની સુખાકારી માટે લાવવામાં આવ્યા છે એવો પ્રશ્ન ઊભો થયો છે. તાત્કાલિક ધોરણે કર્મચારીઓની ભરતી કરી ધૂળ ખાઈ રહેલા હેન્ડ ફોગીંગ મશીન તેમજ ગાડીમાં ફોગીંગ મશીન ચાલુ કરવામાં આવે અને મચ્છરોના ત્રાસથી શહેરીજનોને રાહત આપવામાં આવે એવી વિપક્ષ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.
હારુન પટેલ : ભરુચ