“ પોલીસ કો જાને મત દો, કાટ ડાલો , અપને આદમીકો બચાવ “ પોલીસ કો મારો”
પોલીસ મહાનિરિક્ષક અભય ચુડાસમા ની સુચના અને ભરૂચ જીલ્લા પોલીસ વડા રાજેન્દ્ર ચુડાસમા ના માર્ગદર્શન હેઠળ ટંકારીયાના જુગારધામ ઉપર સફળ રેડ કરવા માટે સુત્રો અને માર્ગદર્શન આપેલા હતા.
ભરૂચ ક્રાઈમ બ્રાન્ચને મળેલી માહીતી મુજબ ટંકારીયા ગામે મજીદ ઉર્ફે લાખામામા નામનો ઈસમ તબેલાવાળા વાડીમાં બીલાલ ઉર્ફે ભીખા લાલન (૨) ઈનાયત વલી ભીખા લાલન (૩) મોહસીન ઈનાયત વલી લાલન (૪) ઈકરામ ઈનાયત લાલન તથા ઈમ્તીયાઝ ઈસ્માઈલ દસુ આજુબાજુના ગામના તથા વડોદરા, સુરત જેવા અલગ-અલગ ગામમાથી માણસો ભેગા કરી ગેરકાયદેસર રીતે પત્તા પાનાનો જુગારધામ રમાડી રમી રહ્યો છે જે બાબત ના આધારે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી ટંકારીયા ખાતે રેડ કરવાની તૈયારી કરી હતી.
ટંકારીયા ગામ ખાતે જુગારધામ પર રેડ કરવા ગયેલ ભરૂચ એલ.સી.બી અને જીલ્લા પોલીસની રેડ દરમ્યાન કેટલા ફિલ્મી દ્ર્શ્યો સમાન પરિસ્થિતિ સર્જાઈ એન કેવી જીવ સટોસટની બાજી પોલીસ તંત્રએ ગોઠવી અને રેડ સફળ બનાવવામાં સફળતા પ્રાપ્ત કરી તેમ રજેરજની વિગત જોતા પોલીસે સૌ પ્રથમ ટંકારીયા ખાતેના જુગારધામ અને તેની આજુબાજુની ચોકી પહેરાની રજેરજની માહિતી મેળવી હતી એવી રીતે —– એવા જુગારધામ સુધી ચોકીયાતોની નજર ચુકવી ને જવું તે અંગે યોજના બનાવી હતી જેમા આઈસર ટેમ્પાને ચારે તરફથી તાડપત્રી બાંધી દેવામાં આવી હતી અને અંદર પોલીસના કર્મચારીઓ જુગારધામ સુધી પહોચી ગયા હતા ત્યારે જુગાર રમતા પકડાયેલ આરોપીઓ તથા નાસી ગયેલ આરોપીઓ તેમજ આજુબાજુના લોકો મળી આશરે ૫૦ થી ૬૦ ઈસમોના ટોળાએ લાકડી સળિયા જેવા હથિયારો તેમજ પત્થરો વડે પોલીસ પર હુમલો કર્યો હતો અને ઈશારા કરી જોર જોરથી બુમો પાડી કે “ પોલીસ કો જાને મત દો, મારો અપને આદમી કો છુડા લો “ તેમ કહી સ્થાનિક રહિશોને વધુ ઉશ્કેરી પોલીસ કર્મી પર હુમલો કર્યો હતો એટલુજ નહી પરંતુ પોલીસ કર્મી આરોપીઓને લઈ જવામાં સફળ ન થાય તે હેતુથી આઈસર ટેમ્પા નં GY-05-B-B 6523 ની ચાવી જુટવી આ બનાવના ફરીયાદી વી.એમ.જાગીયા પો.સબ ઈન્સપેક્ટર ટ્રાફેક શાખાનાઓને નીચે પાડી ગરદન પકડી જાન થી મારી નાખવાની કોશીશ કરી હતી આ બનાવ અંગે પાલેજ પોલીસ સ્ટેસન ખાતે ફરીયાદી વી,એમ.જાગીયા એ ફરીયાદ નોંધાવી હતી જેમા ગુના રજી.નં I 17/18 આઈ.સી.પી ૩૦૭, ૧૪૭, ૧૪૮, ૩૯૨, ૩૨૩, ૩૨૪, ૩૩૨, ૧૩૫, ૧૮૬, ૧૫૧, ૧૫૨, હેઠળ ગુનો દાખલ કરેલ છે. આ બનાવમાં આરોપીઓની વિગત જોતા ૧૫ જેટલા ઈસમો જેમા એક બાળ કિશોર અને અન્ય ૨૦ જેટલા વોન્ટેડ આરોપીઓ જાહેર કરેલ છે તેમજ ૫૦ થી ૬૦ વ્યક્તિઓના ટોળા સામે ગુનો નોંધેલ છે. પોલીસ રેડ દરમ્યાન ઈજા પામેલ ચાર જેટલા પોલીસ કર્મીને સીવીલ હોસ્પિટલ ખાતે સારવાર મેળવી હતી. રેડ દરમ્યાન પકડાયેલ આરોપીઓના નામ જોતા.
(૧) સલમાન નબી રસુલભાઈ – વડોદરા
(૨) વલીમુસા મોહંમદ માલજી – વડોદરા
(૩) મહંમદ સલીમ દિવાન – વડોદરા
(૪) પરેશ બાબુ હરિજન – વડોદરા
(૫) એડીશન જીવનદાસ જોસેફ – વડોદરા
(૬) રહીમશા એહમદશા દિવાન – વડોદરા
(૭) મેહબુબ વલી પટેલ – ટંકારીયા
(૮) હરીશ વસંત રાણા – પાદરા
(૯) યશ પિંકલ પટેલ – વડદલા ભરૂચ
(૧૦) ઈર્શાદ ઈકબાલ મન્સુરી – સુરત
(૧૧) અખ્તર હુસેન સદરૂદીન સૈયદ – વડોદરા
(૧૨) મજીદ ઈકબાલ મો.લાલન – ટંકારીયા
(૧૩) ઓવેશ અલીમ વલી લાલન – ટંકારીયા
(૧૪) નાબાલિક કરણ સહદેવ વસાવા – ટંકારીયા અને રેડ માંથી નાસી છુટેલ ઈસમો જે (૧) બિલાલ વલી ઉર્ફે ભીખા લાલન – ટંકારીયા (૨) ઇનાયત વલી ઉર્ફે ભીખા લાલન – ટંકારીયા (૩) મોહસીન ઇનાયત વલી લાલન – ટંકારીયા (૪) ઇમ્તીયાઝ ઇસ્માઈલ દશુ – ટંકારીયા (૫) ઇકરામ ઇનાયત લાલન – ટંકારીયા (૬) યુસુફ લક્કડ – સારોદ (૭) બાપુ મીંયા દિવાન – ટંકારીયા (૮) મઢી બાલા- ટંકારીયા (૯) મોન્ટુ- ભરૂચ (૧૦) અમર- ભરૂચ (૧૧) પીનાકીન- વડોદરા (૧૨) સઈદ – જંબુસર (૧૩) યાકુબ- સારોદ (૧૪) સજીત રાવ ઉર્ફે ચીનો – તુલસીધામ ભરૂચ (૧૫) મજીદ ઉર્ફે લાખામામા –ટંકારીયા (૧૬) જૈનબ (૧૭) સમીમ (૧૭) સુમૈયા (૧૮) સરફરાજ (૧૯) ઝુબેદા (૨૦) જયા
ટકારીયા જુગરધામ ની સફળ રેડ માં પોલીસ ઇન્સ્પેક્ટ્રર એસ.સી. તરડે તથા મીની જોસેફ તથા આર.કે.ધુલીયા તથા પી.એસ.આઈ કે.જે.ધડુક વી.એલ.ગાગીયા, ડી.જી.રબારી, જે.વાય.પઠાણ તથા ભરૂચ જીલ્લાની ક્રાઈમ બ્રાન્ચ એસ.ઓ.જી તથા અંકલેશ્વર ડીવીઝનના પોલીસ કર્મચારીઓ સામેલ હતા
ટંકારીયા ખાતે જુગારધામ ની રેડ દરમ્યાન બીહામણા દ્ર્શ્યો…
Advertisement