Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં ભાજપની જીતથી માર્ગો પર ઉજવણી, સમર્થકોએ ઢોલ નગારા અને આતશબાજી કરી જશ્ન મનાવ્યો.

Share

ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો માટેની મતગણતરી આજે રોજ કે.જે પોલીટેક્નિક કોલેજના કેમ્પસમાં યોજાઇ હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી કરવામાં આવી હતી. જેમ જેમ પરિણામો આવવાની શરૂઆત થઇ તેમ તેમ વિજેતા ઉમેદવારોના સમર્થકોમાં ઉત્સાહનો માહોલ છવાયેલો જોવા મળ્યો હતો.

કે.જે પોલીટેક્નિક કેમ્પસ બહાર મોટી સંખ્યામાં ઉમટેલા સમર્થકોમાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ સર્જાયો હતો. જોકે ભારતીય જનતા પાર્ટી તરફી પરિણામો આવતા જ ભાજપના સમર્થકો ગેલમાં આવી ગયા હતા, અને ડી.જે ના તાલે ભારે આતશબાજી કરી પોતાના ઉમેદવારની જીતની ઉજવણી કરી હતી.

તો બીજી તરફ તમામ ખાને ચિત થયેલ કોંગ્રેસના ઉમેદવારો અને સમર્થકો પરિણામ આવવા સાથે જ વન ટુ કા ફોર થઇ ગયા હતા અને હારની બાબતો ઉપર મંથન કરવામાં જોતરાઈ ગયા હતા, આમ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, સમર્થકો અને વિજેતા ઉમેદવારોએ પોતાની જીતની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરતા નજરે પડ્યા હતા.

Advertisement

હારુન પટેલ : ભરુચ
મો. : 99252 22744


Share

Related posts

વડોદરા : કરજણ ખાતે એક જ દિવસે બે ઇસમોના મૃતદેહો મળી આવતા પંથકમાં ચકચાર મચ્યો.

ProudOfGujarat

માંગરોળ : ભારતીય વિદ્યા ભવન્સ જી.આઈ.પી.સી.એલ. નાની નરોલી ખાતે JOY OF GIVING ON EVE OF CHRISTMAS નું આયોજન કરાયું.

ProudOfGujarat

ભરૂચ : કોરોનાને પગલે મોત પામેલનાં રઝળતા મૃતદેહને અંતિમક્રિયા અંગે ઠેર ઠેર લોકો દ્વારા ઉગ્ર વિરોધ કરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!