Proud of Gujarat
FeaturedGujaratINDIA

એક્ઝિટ પોલ સામે ઝઘડિયાના અપક્ષ ઉમેદવાર છોટુ વસાવાએ સવાલો ઉઠાવ્યા, કહ્યું ચોક્કસ સેટિંગ કર્યું હોય તેમ લાગે છે..

Share

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બંને તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સમાપ્ત થયું છે. જે બાદથી વિવિધ મિડિયા સંસ્થાનો દ્વારા એક્ઝિટ પોલ રજુ કરવામાં આવ્યા છે, એક્ઝિટ પોલમાં ગુજરાતમાં ફરીથી ભારતીય જનતા પાર્ટીની સરકાર બની રહી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે, તેમજ ભૂતકાળની ચૂંટણીઓ કરતા વધુ બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતી રહી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, તેવામાં હવે એક્ઝિટ પોલ બાદથી જ રાજકીય માહોલ પણ ગરમાયો છે.

ભરૂચ જિલ્લાની ઝઘડિયા વિધાનસભા બેઠક ઉપરથી સતત સાત ટર્મથી ધારાસભ્ય રહેલા અને વર્તમાન ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી કરનાર છોટુભાઈ વસાવા એ ગુજરાત ચૂંટણી અંગે રજૂ થયેલ એક્ઝિટ પોલ સામે સવાલો ઉભા કરી પોતાના સોશિયલ મિડિયા એકાઉન્ટ ઉપર લાઈવ આવી ગંભીર પ્રકારના આક્ષેપો કર્યા હતા. છોટુ વસાવા એ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે એક્ઝિટ પોલ જોતા લાગે છે કે ચોક્કસ સેટિંગ કર્યું હોય તેવું મને લાગે છે.

Advertisement

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે પ્રજાને સજાગ થવાની જરૂર છે, પરિણામ વિરુદ્ધમાં આવે તો હંગામો કરી નાંખજો અને બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની માંગ કરજો તેમ તેઓએ જણાવ્યું હતું, સાથે જ તેઓએ જણાવ્યું છે કે બધી સભા ફ્લોપ જતી હોય તો એ જીતવાની અપેક્ષા કંઈ રીતે રાખી શકે છે. બેલેટથી ચૂંટણી કરાવવાનું મિશન ઉપાડવું પડશે, બાકી બનાવટ કરી આ લોકો રાજ કરશે તેવું વિસ્ફોટ નિવેદન છોટુ વસાવાએ આપ્યું છે.

છોટુ વસાવાએ નિવેદનમાં અદાણી, લદાણી, ફાદાણી જેવા શબ્દોનું ઉપયોગ કરી જણાવ્યું હતું કે આ સરકાર છે, લોકતંત્રની સરકાર નથી તેમજ ઇવીએમ ભારતના મૂળ નિવાસી લોકોના વિરુદ્ધમાં હોવાનું જણાવી આગામી લોકસભાની ચૂંટણીને જાકારો આપી ઇવીએમનો વિરોધ કરો તેમ જણાવી તેઓએ આરએસએસ ઉપર પણ ગંભીર પ્રકારના આક્ષેપો પોતાના વાયરલ કરેલા વીડિયોમાં કરતા નજરે પડ્યા હતા.

હારુન પટેલ : ભરુચ
મો. : 99252 22744


Share

Related posts

ઉમરપાડાના નસારપુર ગામથી ઇકો કારની ચોરી કરેલ ત્રણ ઇસમો નાસિકમાંથી ઝડપાયા.

ProudOfGujarat

અંકલેશ્વર શહેરમાં પ્રદૂષિત ભૂગર્ભ જળના પાણી ઢોરો પણ પીતા નથી. તો જવાબદારો મિનરલ વોટર આરોગે છે.

ProudOfGujarat

ભરૂચ : પી.એમ મોદીનાં જન્મદિવસ નિમિતે જિલ્લાની 1000 દીકરીઓના ખાતામાં 1000/- રૂપિયા ભરી સુકન્યા સમૃદ્ધિ યોજનાનો અપાવ્યો લાભ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!