Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : વાલિયા તાલુકાના કેસર અને મહુજા ગામમાં મતદાનનો બહિષ્કાર કરતા ગ્રામજનો.

Share

ભરૂચ જિલ્લામાં જ્યાં એક તરફ ઉત્સાહ પૂર્વક માહોલમાં મતદાન ચાલી રહ્યું હતું તો બીજી તરફ વાલિયા તાલુકાના કેસર અને મહુજા ગામ ખાતે મતદાનનો બહિષ્કાર સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યાં બપોર સુધી એક પણ મતદારે પોતાનું વોટ ન આપી તંત્ર સામે પોતાનો રોષ વ્યકત કર્યો હતો.

ઝઘડિયા વિધાનસભા મત વિસ્તારમાં આવતા કેસર અને મહુજા ગામના રહીશોની વર્ષો જૂની એક સમસ્યા છે, જ્યાં તેઓના ગામમાં આવવા જવા માટે ખાડી પર પુલ બાંધવા માટે અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં ગ્રામજનોની રજુઆતનો કોઈ નક્કર નિરાકરણ આવ્યું નથી જેને પગલે ગ્રામજનોને પાણીમાંથી પસાર થઈ ગકમમાં અવરજવર કરવાની નોબત આવી છે.

અનેકવાર રજુઆત છતાં કોઈ ચોક્કસ નિરાકરણ ન આવતા આખરે સ્થાનિકો ગુજરાત વિધાનસભાની ચૂંટણી ૨૦૨૨ નો બહિષ્કાર કર્યો હતો, જ્યાં આજરોજ એક તરફ સમગ્ર જિલ્લા લોકો ઉત્સાહથી મત આપી રહ્યા હતા તો બીજી તરફ આ ગામના બુથ ઉપર બપોર સુધી મતદારોએ મતદાન ન કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744

Advertisement

Share

Related posts

પેટ્રોલ-ડીઝલ તથા ખાદ્ય તેલમાં ભાવ વધારો થતાં ભરૂચ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણાં યોજી દર્શાવ્યો વિરોધ.

ProudOfGujarat

 ભરૂચ જિલ્લા તેમજ શહેરના તમામ પત્રકારમીત્રો માટે તેમજ તેમના પરિવાર માટે સૌ પ્રથમવાર મફત તબીબી ચેકઅપ કેમ્પ નું આયોજન કરાયું 

ProudOfGujarat

ગુજરાતમાં રાત્રી કર્ફ્યુ અને પ્રતિબંધોને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આજરોજ મહત્વની બેઠક, જાણો વધુ..!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!