ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની ૮૯ બેઠકો ઉપર આજે મતદાન ચાલી રહ્યું છે, વહેલી સવારથી જ મતદાન કેન્દ્રો ઉપર મતદારોએ ઉત્સાહ પૂર્વક ઉમટી પડી લાંબી લાંબી કતારોમાં ઉભા રહી પોતાના પસંદગીના ઉમેદવારને મત આપી લોકશાહીના પર્વેને ઉજવ્યો હતો. ભરૂચ જિલ્લામાં પણ સવારથી જ મતદાન કેન્દ્રો ઉપર મતદારોએ ઉમટી પડી ઠંડક ભર્યા માહોલ વચ્ચે પોતાના મતા અધિકાર નો ઉપયોગ કર્યો હતો.
ભરૂચ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો અને શહેરી વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાન પક્રિયા ચાલી રહી છે. ભરૂચ બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રમેશ મિસ્ત્રીએ ભોલાવ ખાતે પોતાનો મત આપ્યો હતો, તો કોંગ્રેસના ઉમેદવાર જયકાંત પટેલે માંડવા ગામ ખાતે તેઓનો મત આપ્યો હતો. ઝઘડિયા બેઠકના ભાજપના ઉમેદવાર હિતેશ વસાવાએ રાયસિંગ પુરા ગામ ખાતે પોતાનો મત આપ્યો હતો,તો અપક્ષ ઉમેદવાર છોટુ વસાવા એ ધારોલી મતદાન કેન્દ્ર પર પોતાનો મત આપ્યો હતો.
તો બીજી તરફ જિલ્લાની ચર્ચાસ્પદ બનેલ અને ભાઇ,ભાઇ વચ્ચે રસપ્રદ ચૂંટણીના જંગ જામેલ અંકલેશ્વર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર ઈશ્વર પટેલે તેઓના ગામ કુડાદરા ખાતે મતદાન કર્યું હતું તો કોંગ્રેસના ઉમેદવાર વિજયસિંહ પટેલે પણ કુડાદરા ગામ ખાતે મતદાન કરી પોતાની જીતના આશાવાદ વ્યકત કર્યા હતા, આમ ભરૂચ જિલ્લાની તમામ પાંચેય બેઠકો પરના ૧૩૫૯ જેટલા પોલિંગ બુથ ઉપર શાંતીપૂર્ણ માહોલ વચ્ચે ઉત્સાહ ભેર મતદાન પક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.
હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744
લોકશાહીના પર્વને મનાવવા સવારથી જ ભરૂચ જિલ્લાની પાંચેય વિધાનસભા બેઠકો પર મતદારોમાં જોવા મળ્યો ઉત્સાહ.
Advertisement