ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલા આલિયાબેટના ૨૦૦ જેટલા મતદારો વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ વખત ઘરઆંગણે જ મતદાન કરી શકશે. પાણીથી ઘેરાયેલા ટાપુ ઉપર પ્રથમ વખત શીપીંગ કન્ટેનરમાં વિશેષ મતદાન મથક ઉભું કરવામાં આવ્યું છે.
ચોતરફ નર્મદાના પાણીથી ઘેરાયેલા આલીયા બેટ પર વર્ષોથી કબીલાવાસીઓ વસે છે. અહીં વસતા ૬૦૦ ની વસ્તી ધરાવતાં આ ટાપુમાં ૨૦૦ મતદારો છે. જેમના માટે અત્યાર સુધી ક્યારેય ચૂંટણી સમયે કોઈ વિશેષ વ્યવસ્થા કરાતી ન હતી. મતદાન માટે ૮૨ કિ.મી. દૂર જવું પડતું હતું. જે માટે વિશેષ બસની વ્યવસ્થા કરાતી હતી.
આ વર્ષે આઝાદીના ૭૫ વર્ષ બાદ પ્રથમ આલિયાબેટ ખાતે વિધાનસભા ચૂંટણી માટે મતદાન મથક ઊભું કરવાનું આયોજન કરાયું છે. આ વખતે પ્રથમ વખત અહીં શિપિંગ કન્ટેનરમાં અલાયદું મતદાન મથક ઉભું કરવામાં આવ્યું છે.જેની કેન્દ્રીય ચૂંટણી પંચે પણ નોંધ લીધી હતી.
Advertisement