ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇ ઠેરઠેર રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પ્રસારના છેલ્લા તબક્કામાં મેરોથોન રેલીઓ અને સભાઓ કરવામાં આવી રહી છે. ભરૂચ જિલ્લામાં પણ છેલ્લા તબક્કાના પ્રચાર અભિયાન ને જે તે પાર્ટીના ઉમેદવારો દ્વારા પુરજોશમાં કરવામાં આવી રહ્યો છે, તેવામાં જંબુસર વિધાનસભા બેઠકનું રાજકીય માહોલ તેની ચરમસીમાએ પહોંચ્યું છે.
જંબુસર-આમોદ વિધાનસભા મત વિસ્તારના કોંગ્રેસના ઉમેદવાર સંજય સોલંકી ગતરાત્રીના સમયે આમોદના પુરસા નવી નગરી વિસ્તારમાં પોતાના પ્રચાર અર્થે ગયા હતા જ્યાં તેઓ માટે એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ જાહેર સભા ચાલુ થાય તે પૂર્વે જ કોંગ્રેસનો આંતરિક કકળાટ સામે આવ્યો હતો, જ્યાં ખૂબ ઉમેદવારની હાજરીમાં જ બે જૂથ છુટ્ટા હાથની મારામારી પર ઉતરી આવ્યા હતા.
અચાનક બંને જૂથો બાખડી પરતા એક સમયે સભા સ્થળે લોકોમાં નાસભાગ સર્જાઈ હતી, અચાનક આંતરિક માહોલ ગરમાટો જોઇ કોંગ્રેસના ઉમેદવાર સંજય સોલંકીએ પણ ચાલતી પકડી સભામાંથી નીકળી ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ સંજય સોલંકીની રેલી દરમિયાન મારામારીની ઘટના બની ચુકી છે, જે બાદ વધુ એક ઘટના આમોદ ખાતેની સભામાંથી સામે આવતા હાલ કોંગ્રેસ ચૂંટણી પછી લડશે પરંતુ પહેલા અંદરોઅંદર લડી રહી છે તેવી ચર્ચાઓ મત વિસ્તારમાં ટોક ઓફ ધી ટાઉન બની છે.
હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744