Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના મેડીકલના દુકાનો બીલ પર “ભૂલતા નહી: મતદાન તારીખ ૧ ડિસેમ્બર જિ:ભરૂચ” ના મેસેજના સિક્કાની મદદથી મતદાન જાગૃત્તિનો અનોખો સંદેશ.

Share

ભરૂચ જિલ્લાના વિવિધ મેડીકલ સ્ટોર ઉપર બીલ પર “ભૂલતા નહી: મતદાન તારીખ ૧ ડિસેમ્બર જિ:ભરૂચ” મેસેજના સિક્કાની મદદથી મતદાન કરવા જન જાગૃત્તિનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આગામી વિધાનસભા ચૂંટણીમાં મતદારો વધુમાં વધુ મતદાન કરે, અને લોકશાહીના પર્વની ઉજવણીમાં સહભાગી બને એ માટે ભરૂચના વિવિધ મેડીકલ સ્ટોર પર બેનરો સાથે “ભૂલતા નહી: મતદાન તારીખ ૧ ડિસેમ્બર જિ:ભરૂચ” ના સિક્કા થકી ગ્રાહકના બીલ પર સિક્કો છાપીને અનોખી રીતે મતદારોને મતદાન માટે જાગૃત્ત થવાનો સંદેશ આપ્યો છે.

વધુમાં, ભરૂચ ખાતે મિશન ૨૦૨૨ અંતર્ગત મતદાનની ટકાવારી વધારવા ભરૂચ જિલ્લામાં ભૂલતા નહી મતદાનની તારીખના સ્ટીકર તૈયાર કરી નાની દુકાનો, લારીઓ સરકારી કચેરીઓ, અનાજ કરિયાણાની દુકાનો પર લોકો વાંચી શકે તે રીતે લગાડવામાં આવ્યાં હતા.

Advertisement

Share

Related posts

રાજપીપળા ચોકડી પાસેથી લોખંડના ભંગાર સાથે બોલેરો પીકપગાડીને ઝડપી પાડતી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ

ProudOfGujarat

ભરૂચ : ફેસબુક પર ડો. બાબા સાહેબ આંબેડકર અને દેશનાં સંવિધાન અંગે અભદ્ર લખાણનાં વિરોધમાં આવેદનપત્ર પાઠવાયું.

ProudOfGujarat

અંકલેશ્વર- ક્યાં ગયા બાળ મજુરી અટકાવવાની વાતો કરનારા અધિકારીઓ…?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!