નિપુણ ભારત અભિયાન હેઠળ વિવિધ સ્પર્ધા અંતર્ગત જેમાં ધોરણ 1-2, ફાઉન્ડેશનલ સ્ટેજમાં વાર્તા કથન સ્પર્ધા, ધોરણ 3 થી 5, પ્રિપેટરી સ્ટેજમાં વાર્તા કથન સ્પર્ધા અને ધોરણ 6 થી 8 મિડલ સ્ટેજમાં વાર્તા નિર્માણ લેખન સ્પર્ધા, એમ કુલ ત્રણ વિભાગોમાં ભરૂચ જિલ્લાના 9 તાલુકાના 27 બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
જિલ્લા કક્ષાની વાર્તા સ્પર્ધામાં દરેક વિભાગમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ આપવામાં આવ્યા હતા. વિભાગ એકમાં પ્રથમ ક્રમે ભરૂચ તાલુકાની પ્રાથમિક શાળા નવા મક્તમપુરની વિદ્યાર્થીની ડામોર તમન્ના હરેશભાઈ પ્રથમ, નેત્રંગ તાલુકાની પ્રાથમિક શાળા, ગાલીબાની બિરારી પ્રન્ન્તી મનોજભાઈ દ્વિતીય અને પ્રાથમિક શાળા, માતરની રણા વૈષ્ણવીએ તૃતીય ક્રમ પ્રાપ્ત કરેલ છે. જ્યારે વિભાગ-2 માં પ્રથમ ક્રમે અંકલેશ્વર તાલુકાની પ્રાથમિક શાળા માંડ્વા કન્યાની પટેલ જીલુ હરેશભાઈ, દ્વિતીય ક્રમે પ્રાથમિક શાળા અશા, તાલુકો ઝઘડિયાની વાંસદિયા ટીયાંશીબેન તથા તૃતીય ક્રમે ધમરાડ પ્રાથમિક શાળાની પૂજા નરેશભાઈ રાઠોડે મેદાન માર્યું હતું. ધોરણ 6થી 8 વાર્તા નિર્માણ સ્પર્ધામાં અંકલેશ્વર તાલુકાની પ્રાથમિક શાળા અંદાડા કન્યા ની રણા કિંજલબેન, દ્વિતીય ક્રમે ભરૂચ તાલુકાની પ્રાથમિક શાળા પરીએજની સાલેહા પટેલ, તૃતીયક્રમે ઝઘડિયા તાલુકાની પ્રાથમિક શાળા ભાલોદ કન્યાની મુસ્કાનબાનુ વિજેતા રહ્યા હતા. વાર્તા સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. પ્રથમ આવનાર વિદ્યાર્થીઓને ડાયટ પ્રાચાર્યા કલ્પનાબેન ઉનડકટે શુભેચ્છા પાઠવેલ હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડી.આર.યુ શાખાના કાર્યકારી શ્રેયાન વ્યાખ્યાતા પ્રીતિબેન સંઘવી દ્વારા કરવામાં આવ્યું હતું.