Proud of Gujarat
FeaturedGujaratINDIA

આકાશ બાયજૂસ ભરૂચમાં વિદ્યાર્થીઓને ડાયરેક્ટ અને હાઇબ્રિડ ક્લાસિસ ઓફર કરવા તેનું પ્રથમ સેન્ટર શરૂ કરવા સજ્જ.

Share

ભારતમાં પરિક્ષાની તૈયારી સંબંધિત સેવાઓમાં અગ્રણી આકાશ બાયજૂસ ગુજરાતમાં ભરૂચ શહેરમાં તેના નીટ, આઇઆઇટી, જેઇઇ અને ફાઉન્ડેશન કોર્સિસની વધતી માગને પૂર્ણ કરવા માટે તેનું પ્રથમ ક્લાસરૂમ સેન્ટર શરૂ કરવા માટે સજ્જ છે. તેનાથી આકાશ બાયજૂસના સમગ્ર ભારતમાં સેન્ટર્સના નેટવર્કમાં વધુ ઉમેરો થશે. હાલમાં દેશના 24 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં તેના 295 થી વધુ સેન્ટર્સ છે, જે વિદ્યાર્થીઓના ઘરની નજીક જ સ્ટાન્ડર્ડાઇઝ્ડ કોચિંગ સેવાઓ પ્રદાન કરવાની સંસ્થાની કટીબદ્ધતા દર્શાવે છે.

ભરૂચમાં સ્ટેશન રોડ ઉપર સિટી સેન્ટરમાં બી બ્લોકના બીજા માળે દુકાન નં. 201 થી209 ખાતે 7600 ચોરસફૂટ વિસ્તારમાં આ સેન્ટર આકાર લઇ રહ્યું છે. તેમાં 11 ક્લાસરૂમ રહેશે તથા 1500 થી વધુ વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ ક્લાસિસ ઓફર કરી શકે છે. કનેક્ટેડ અને સ્માર્ટ ક્લાસરૂમની વિશેષતાઓ સાથે આ સેન્ટર તેના હાઇબ્રિડ કોર્સિસ માટે પણ વિદ્યાર્થીઓને અભ્યાસનો અનુકૂળ અનુભવ પૂરો પાડી શકે છે.

Advertisement

વિદ્યાર્થીઓ ઇન્સ્ટન્ટ એડમીશન કમ સ્કોલર્શિપ ટેસ્ટ (આઇએસીએસટી) માટે નોંધણી અથવા આકાશ બાયજૂસના નેશનલ ટેલેન્ટ હંટ એક્ઝામ માટે રજીસ્ટર કરાવી શકે છે, જે સંસ્થાનની ફ્લેગશીપ વાર્ષિક શિષ્યવૃત્તિ પરિક્ષા છે અને તાજેતરમાં તેની 13 મી આવૃત્તિ પૂર્ણ થઇ છે. આકાશ બાયજૂસ તેના ડાયરેક્ટ અને ઓનલાઇન ક્લાસરૂમ દ્વારા દર વર્ષે 3.30 લાખ વિદ્યાર્થીઓને નીટ, આઇઆઇટી-જેઇઇ અને ફાઉન્ડેશન પ્રોગ્રામ માટે પરિણામલક્ષી કોચિંગ સેવાઓ ઓફર કરે છે. વિશેષ કરીને દેશના ટિયર-2 અને ટિયર-3 શહેરોના વિદ્યાર્થીઓ માટે તે ભૌતિક ઉપસ્થિતિમાં ઝડપી વિસ્તરણ કરી રહ્યું છે તેમજ તેની ક્લાઉડ-આધારિત ઓનલાઇન કોચિંગ સેવાઓ પણ વધારી રહ્યું છે.

ભરૂચમાં નવા સેન્ટરના લોંચ અંગે પ્રતિક્રિયા આપતાં આકાશ બાયજૂસના મેનેજિંગ ડાયરેક્ટર આકાશ ચૌધરીએ જણાવ્યું હતું કે, અમે ભરૂચમાં પ્રવેશ કરતાં ઉત્સાહિત છીએ, જે હજારો નીટ, જેઇઇ અને ઓલમ્પિયાડ ઉમેદવારોનું ઘર છે તેમજ અમારી કોચિંગ સેવાઓનું મૂલ્ય સમજીને તેને પ્રાપ્ત કરવા ઇચ્છે છે. આકાશ બાયજૂસ ખાતે અમે વિદ્યાર્થી-કેન્દ્રિત શિક્ષણને પ્રોત્સાહન આપવામાં વિશ્વાસ કરીએ છીએ, જેનો મતલબ તેમના ઘરની નજીક તેમની ઇચ્છાઓ અનુરૂપ શિક્ષણ પૂરું પાડવું. અમારી મુખ્ય વિશેષતા અભ્યાસક્રમની ગુણવત્તા ઉપરાંત તેની ડિલિવરી પણ છે, જે ઓનલાઇન અને ઓફલાઇન માધ્યમ વચ્ચે સંતુલિત છે. ટૂંકમાં, અમે રિયલ અને વર્ચ્યુલ માધ્યમથી ઉત્તમ સેવાઓ ઓફર કરવા માગીએ છીએ, જેથી અમારા વિદ્યાર્થીઓના અભ્યાસના અનુભવો અને પરિણામોમાં સુધાર કરી શકાય તથા તેઓ તેમના શૈક્ષણિક સપનાને સાકાર કરી શકે. તેમણે ઉમેર્યું હતું કે, અમારા ડાયરેક્ટ ક્લાસરૂમ નેટવર્કથી જોડાયેલા છે અને સ્માર્ટ ક્લાસરૂમ છે. પ્રત્યેક સેન્ટરમાં કુશળ શિક્ષકો, માર્ગદર્શક અને કાઉન્સિલર્સ હશે, જેઓ અભ્યાસની ડિલિવરી સમાન હોવાનું સુનિશ્ચિત કરશે, ભલે તે સેન્ટર મોટા શહેરથી દૂર કેમ ન હોય. વિદ્યાર્થીઓને તેમના ઘરની પાસે ડાયરેક્ટ સેન્ટરથી ઘણાં લાભો થશે, જ્યાં તેઓ વિશ્વસ્તરીય કોચિંગ મેળવી શકશે તથા તેમણે કોચિંગ માટે માતા-પિતા અને પરિવારથી દૂર રહીને મોટા શહેરોમાં જવું પડશે નહીં.


Share

Related posts

પાવાગઢ મંદિરના ટ્રસ્ટી અને તેના મિત્ર સામે દુષ્કર્મની ફરિયાદ : ફોટો થયા વાઇરલ

ProudOfGujarat

વડોદરા એન.ડી.આર.એફ.ની ટીમ એ રાજસ્થાનમાં બોરવેલમાં ફસાઈ ગયેલા બાળકનું રેસ્ક્યુ કર્યું.

ProudOfGujarat

ભરૂચનાં ભોલાવ ખાતે આવેલ અવધૂત સોસાયટીમાં સોમનાથ મહાદેવ મંદિરે વેકસીનેશન કેમ્પ શરૂ કરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!