Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : નારાયણ વિદ્યાવિહારના વિદ્યાર્થીઓ-શાળા પરિવારે “100 % BHARUCH” ની માનવ સાંકળ બનાવી મતદાનનો સંદેશો આપ્યો.

Share

ભરૂચ જિલ્લામાં આગામી તા.૦૧ લી ડીસેમ્બર,૨૦૨૨ ના રોજ યોજાનારી ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૨ અન્વયે જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર તુષાર સુમેરાના માર્ગદર્શન અને સ્વિપ નોડલ અધિકારી ડૉ. દિવ્યેશ પરમારના રાહબરી હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાર જાગૃત્તિના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે, જે અંતર્ગત જિલ્લાની નારાયણ વિદ્યાવિહાર વિદ્યાલય ખાતે શાળાના આચાર્ય ડૉ. મહેશ ઠાકર તથા શાળાના પરિવાર દ્વારા “100 % BHARUCH” ની માનવ સાંકળ બનાવી મતદારોમાં જાગૃત્તિ કેળવવાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જિલ્લામાં મહત્તમ મતદાન થાય એ ઉદેશ્યથી મતદાન જાગૃત્તિ માટે વિદ્યાર્થીઓએ “100 % BHARUCH” ની એક માનવ સાંકળ બનાવી પ્રેરણા આપી હતી. મતદાન જાગૃત્તિના આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીનીઓ અને શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

Advertisement

Share

Related posts

લીંબડી નગરપાલિકા ખાતે સાતમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ ઝાડેશ્વર બ્રિજથી સરદાર બ્રિજ તરફ જવાનો સર્વિસ રોડ જોખમી…

ProudOfGujarat

ભરૂચ : શક્તિનાથ વિસ્તારમાં રોડ વચ્ચે પડેલ ખાડામાં ઈંટો ભરેલ ટ્રક ફસાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!