પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા આગોતરા આયોજનની રૂપરેખા…
ગોકુળ આઠમ ના પર્વનું ભરૂચ નગર ખાતે આગવુ મહત્વ છે મેઘરાજા ભરૂચ જીલ્લાની આગવી સંસ્ક્રુતિ ઓળખ છે ત્યારે ભરૂચ જીલ્લામાં સૈકાઓથી ગોકુળ આઠમ તેમજ છડી નોમના મેળાનુ આયોજન કરાય છે છપ્પનિયા દુકાળ સાથે મેઘરાજાની સ્થાપનાનો ઈતિહાસ ગોઠાયેલો છે આવા સમયે ભરૂચ જીલ્લામાં ગોકુળ આઠમ, છડીનોમ નાં મેળા અંગે તડામાર તૈયારીઓ થઈ રહી છે કેટલાક વર્ષો અગાઉ આ મેળો સોનેરી મહેલ વિસ્તારમાં આયોજીત થતો હતો પરંતુ હવે સોનેરી મહેલ ઉપરંત અન્ય વિસ્તારમાં પણ આ મેળાની ચહલ- પહલ જણાય છે ભોંય સમાજ દ્વારા નિયત સ્થરે મેઘરાજાની સ્થાપના કરવામાં આવે છે તે સાથે સાથે રાંધણ છઢ થી દશમ સુધી વિવિધ તેહેવારો અને પર્વની ઉજવણી કરવામાં આવે છે આ ભાગીતળ મેળા અને પર્વ ના આડે ગણતરી ના દિવસો બાકી રહ્યા છે ત્યારે સુચારુ આયોજન અંગે વહીવટી તંત્ર અને કાયદો અને વ્યવસ્થાની જાણવણી અંગે પોલીસ તંત્ર આગવી તૈયારીઓ કરી રહ્યા છે.