Proud of Gujarat
GujaratFeaturedINDIA

વાલિયા તાલુકાના કરા ગામ ખાતે ‘મારો મત મારી જવાબદારી’ અંતર્ગત સિગ્નેચર કેમ્પેઈનનો કાર્યક્રમ યોજાયો.

Share

વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022 અંતર્ગત ૧૫૨ -ઝઘડીયા વિધાનસભાના વાલિયા તાલુકાના કરા ગામ ખાતે મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત લોકો માટે મતદાન જાગૃતિ અંતર્ગત મારો મત મારી જવાબદારી સૂત્રની સાથે સિગ્નેચર કેમ્પેઈન નો કાર્યક્રમ યોજાયો હતો.

આ સિગ્નેચર કેમ્પેઈનમાં ગામના નાગરિકો, ખેડૂત અને ગૃહિણીઓ પણ જોડાયા અને જિલ્લા ચૂંટણી પંચ દ્વારા શરૂ કરાયેલ સિગ્નેચર કેમ્પેઈનમાં ભાગ લીધો હતો.

૧ ડિસેમ્બર 2022 ના રોજ ભરૂચ જિલ્લામાં મતદાન થવાનું છે ત્યારે જિલ્લા કલેકટર તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ સ્વિપ દ્વારા ઓછું મતદાન થતું હોય તેવા સ્થળોએ અલગ અલગ જનજાગૃતિના કાર્યક્રમો દ્વારા લોકોને મતદાન કરવા માટે જાગૃત કરવા પહેલ હાથ ધરવામાં આવી રહી છે.

Advertisement

Share

Related posts

નવસારી-જમાલપોરમાં ધૂમ બાઈક હંકારતા યુવકે જીવ ગુમાવ્યો….

ProudOfGujarat

રાજપીપળા : રાજય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા નર્મદા જિલ્લાને વધુ ૨૫ નંગ ઓક્સિજન કોન્સન્ટ્રેટરની ફાળવણી.

ProudOfGujarat

મહુવા તાલુકા પંચાયતમાં પ્રમુખ – ઉપ્રમુખની ટર્મ પુર્ણ થતા આજે પ્રમુખ અને ઉપ્રમુખ ચુટણી યોજાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!