રાજ્યમાં વિધાનસભા ચૂંટણીને લઇ રાજકિય ગતિવિધિઓ તેની ચરમસીમાએ પહોંચી છે, જે તે વિધાનસભા બેઠકો જીતવા માટે નેતાઓ રાત,દિવસ ધમપછાડા કરતા નજરે પડી રહ્યા છે, તેવામાં સતત બે ટર્મથી ચૂંટાઈને આવતા ભરૂચ જિલ્લાની વાગરા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય અરુણસિંહ રાણાને આ વખતની ચૂંટણી જીતવા માટે ખૂબ કમરકસવી પડી રહી હોય તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.
તેઓના મત વિસ્તારમાં પ્રચાર દરમિયાન તેઓને ખૂબ કડવા અનુભવો થતા હોવાની ચર્ચા પણ વાગરા બેઠક પરના રાજકીય માહોલ વચ્ચેથી સામે આવી રહી છે, કેટલાક લોકોએ તો ચર્ચા દરમિયાન ત્યાં સુધી કહી દીધું છે કે ચૂંટણી જીતવા માટે પેઈડ માણસો, પેઈડ કર્મચારીઓ પાસે પ્રચારમાં વાહવાહી કરાવવાની મથામણ પણ કરવી પડતી હોવાની નોબત આ ચૂંટણી જીતવા માટે અરૂણસિંહ રાણાએ અપનાવવી પડી રહી છે.
અરૂણસિંહ રાણા સ્થાનિક સમસ્યાઓ પાણી, સ્વાસ્થ્ય, રોજગારી, રોડ રસ્તાના મુદ્દે બોલતી બંધ હોય તેમ તેઓ સોશિયલ મિડિયા થકી પોતાની વાહવાહી કરાવવા મજબૂર બન્યા છે. વાગરા મત વિસ્તારની ગ્રાઉન્ડ રિયાલિટી કંઇક અલગ હોય તેમ લોકો વચ્ચે ચર્ચાઈ રહ્યું છે. અરૂણસિંહ રાણા સોશિયલ મીડિયાના સહારે ચૂંટણી જીતવા નીકળ્યા હોવાનું પણ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.
ગત વિધાનસભાની ચૂંટણીમાં મોદી લહેર વચ્ચે પણ પાતરી સરસાઇથી જીત મેળવીને ધારાસભ્ય બનેલા અરૂણસિંહ રાણા માટે વર્ષ ૨૦૨૨ ની ચૂંટણી જીતવા માટે ખૂબ કમરકસવી પડી રહી છે, તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. વાગરા વિધાનસભા બેઠક વિસ્તારમાં પ્રચાર પ્રસાર કરાવવા માટે જાણે કે કેન્દ્રીય નેતાઓથી લઇ સ્થાનીક સંગઠનની મદદ પણ લેવાની નોબત આવી પડી છે, ત્યારે હવે જોવું રહ્યું કે સતત ૧૦ વર્ષ સુધી વાગરા બેઠક પર કમળ ખીલવતા અરૂણસિંહ રાણા આ વખતની ચૂંટણીમાં પણ કમળને ખીલતો રાખવામાં સફર થાય છે કે પછી કમળ મુરજાઇ જાય છે તેતો આગામી ૮ ડિસેમ્બરના રોજ પરીણામો ઉપરથી જ કહી શકાય તેમ છે.