લોકશાહીનો અભિયાન હેઠળ સ્વીપ અંતર્ગત જિલ્લાભરની શાળા- કોલેજ સહિત જાહેર સ્થળોએ મતદાર જાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
૧૫૩- ભરૂચ વિધાનસભાના ઝાડેશ્વર ખાતે આવેલ સત્યમ બી.એડ. કોલેજ અને બી.કોમ. કૉલેજના ૪૦૦ થી વધુ વિદ્યાર્થીઓને મતદાન પ્રક્રિયાની સમજ આપવામાં આવી તેમજ મતદાન શપથ, સિગ્નેચર કેમ્પેઈનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ તાલીમ કાર્યક્રમમાં સ્વીપ નોડલ અધિકારી ડૉ. દિવ્યેશ પરમાર તથા કોલેજના પ્રાધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા.
Advertisement