કંસાઈ નેરોલેક પેઇન્ટસ લિમીટેડ કંપની, સાયખાના CSR એક્ટિવિટી ફંડ અંતર્ગત વિશાખા બા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા વાગરા તાલુકાના ટોટલ 48 જેટલા ટી.બી (ક્ષય) ના દર્દીઓને આરોગ્યલક્ષી ન્યુટ્રિસન (પ્રોટીન) કીટ આપવમાં આવી. જે દર્દી છે એમના માટે આ ટોટલ છ (6) માસનો કોર્ષ છે. આજથી આરંભ કરવાંમાં આવેલ આ કાર્યક્રમમાં દર માસે આમ ટોટલ છ માસ સુધી આરોગ્યલક્ષી પ્રોટીન કીટ અને તાલુકા હેલ્થ શાખા તરફથી દવા આવામાં આવનાર છે. આ આરોગ્યલક્ષી કાર્યક્રમની શરૂઆત કંસાઈ નરોલેક પેઈન્ટસ લિમીટેડના પ્લાન્ટ હેડ રાજેશ પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવી. સાથે વાગરા તાલુકાના હેલ્થ ઓફિસર ડો. સિંઘ સાહેબ તથા કંપની સ્ટાફ તેમજ વિશાખા બા ફાઉન્ડેશન ટ્રસ્ટ ના પ્રેસિડેન્ટ ધર્મેન્દ્ર સિંહ ચૌહાણ હાજર રહ્યાં હતાં.
Advertisement