વિધાનસભા સામાન્ય ચુંટણી સ્વિપ કાર્યક્રમ અંર્તગત મતદાન જાગૃતિ માટે ભરૂચ જિલ્લાની જુદી જુદી શાળાઓ ખાતે બાળકોએ મતદાન માટે દ્રઢ સંકલ્પ કર્યો હતો. જેમાં જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ૩,૧૦,૦૦૦ સંકલ્પપત્રો, પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર શાળાઓમાં ૨,૧૦,૦૦૦, ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ ૧૩,૭૫૦ આમ, કુલ ૫,૩૩,૭૫૦ જેટલા સંકલ્પપત્ર વિતરણ કરાયા હતા. પોતાના પરિવારજનોને મતદાન કરવા જરૂરથી મોકલશે તેવો સંકલ્પ લઈ વિદ્યાર્થીઓએ મતદાન જાગૃત્તિ માટે અપીલ કરી હતી.
Advertisement