રાજ્યમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીની મોસમ પુરજોશમાં જામી છે. વિવિધ રાજકીય પક્ષોના રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતમાં પોતાના પક્ષ તરફી વાતાવરણ માટે જંનજાવતી પ્રચાર પ્રસાર કરતા નજરે પડી રહ્યા છે, રેલીઓ સભાઓ અને ડોર ટુ ડોર પ્રચારથી રાજ્યની શેરીઓથી લઇ ચોરાહાઓ ઉપર રાજકીય માહોલ જામ્યો છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ સતત ત્રણ દિવસથી ગુજરાતના પ્રવાસે છે.
PM ના ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો દિવસ છે, જેમાં તેઓએ સુરેન્દ્રનગર, જંબુસર, નવસારીમાં સભાઓમાં હાજરી આપી રહ્યા છે. બપોરે 12 કલાકે સુરેન્દ્રનગરમાં PM ની સભા યોજાઇ હતી, જે બાદ પી.એમ મોદી બપોરે 2 વાગ્યે જંબુસરમાં જાહેર સભા સંબોધી હતી, અને બાદમાં તેઓ સાંજે 4 કલાકે નવસારીમાં જનસભાને સંબોધન કરવા માટે રવાના થવાના છે. ભરૂચ જિલ્લાના જંબુસર વિધાનસભા વિસ્તાર ખાતે પી.એમ મોદીનું આગમન થતા જ પંથકનું વાતાવરણ મોદી…મોદીના નાદથી ગુંજી ઉઠ્યું હતું.
હારુન પટેલ : ભરુચ
મો. : 99252 22744
વિધાનસભા ચૂંટણીને લઇ જંબુસરમાં મોદી..મોદી…વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જંગી જનમેદની વચ્ચે સભાને સંબોધી.
Advertisement