Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચની મોના પાર્ક સોસાયટીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપતા ખળભળાટ.

Share

શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીની મોસમ જામી છે, લોકો ઠંડીના સમયમાં મીઠી નિંદ્રા માળતા હોય છે, તે જ સ્થિતિનો ફાયદો ઉઠાવવા માટે હવે તસ્કરો પણ મેદાનમાં ઉતર્યા હોય તેમ લાગી રહ્યું છે, ભરૂચના બાયપાસ ચોકડી વિસ્તારમાં તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપતા ભારે ખળભળાટ મચ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ મોના પાર્ક સોસાયટીમાં ગત રાત્રીના સમયે હથિયાર ધારી તસ્કર ગેંગ ત્રાટકી હોય તે પ્રકારની ઘટના સામે આવતા ભારે ચકચાર મચ્યો છે. લોંખડના સળિયા, પરાઈ જેવી વસ્તુઓ લઇને આવેલ તસ્કર ટોળકીએ એક મકાનના નકુચા તોડી તેમાંથી રોકડ રકમ સહિતના માલ સામાનની ચોરીની ઘટનાને અંજામ આપી તસ્કરો અડધો સામાન મૂકી ફરાર થયા હતા.

Advertisement

ઘટના અંગેની જાણ ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથકે કરવામાં આવતા પોલીસે સ્થળ પર પહોંચી મામલે મકાન માલિકની ફરીયાદ લેવાની તજવીજ હાથધરી હોવાનું જાણવા મળી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે પશ્ચિમ વિસ્તારમાં આવેલ કેટલીક સોસાયટીઓમાં સતત ચોરીની ઘટનાઓ અવારનવાર સામે આવી રહી છે, તેવામાં તસ્કર ટોળકી પણ પોલીસને પડકાર ફેંકતી હોય તેમ ચર્ચાઈ રહ્યું છે.

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744


Share

Related posts

વલસાડની બાળકીને ઓરી-રુબેલા ની રશી આપ્યા બાદ જીવ ગુમાવતા પરિવારમાં રોષ

ProudOfGujarat

અંકલેશ્વર : આમલાખાડીમાં હાલ પણ છોડવામાં આવી રહ્યું છે પ્રદુષિત પાણી, પરંતુ કોઈ કાર્યવાહી નહીં.!!!

ProudOfGujarat

શહેરાના અગ્રણી રુપચંદ સેવકાણીને ગુજરાત હાઇકોર્ટે જામીન આપ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!