Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભારતીય સોયાબીન સંશોધન સંસ્થા, ઈન્દોર અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ભરૂચ દ્વારા વિસ્તરણ કાર્યકર્તાઓ માટે તાલીમ યોજાઈ.

Share

ભારતીય સોયાબીન સંશોધન સંસ્થા, ઈન્દોર અને બાયફ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડના સંયુક્ત ઉપક્રમે ભરૂચ જીલ્લાના વિસ્તરણ કાર્યકર્તાઓ માટે સોયાબીનની વૈજ્ઞાનિક ખેતી ઉપર તાલીમ યોજવામાં આવી તાલીમ કાર્યક્રમમાં નેત્રંગ, વાલિયા અને ઝગડિયા તાલુકાના ગ્રામસેવકોએ ભાગ લીધો હતો.

આ કાર્યક્રમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક શ્રી લલિતભાઈ પાટિલ એમને જણાવ્યું કે સોયાબીનના વૈશ્વિક સ્તરે માગમાં વધારો થવાના કારણે સોયાબીનના ભાવમાં તેજી આવી છે જેથી ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાં સોયાબીનનો વાવતેર વિસ્તાર વધતો જાય છે, પરંતુ સોયાબીનની ઉત્પાદકતા અન્ય દેશોની સરખામણીમાં ઘણી ઓછી છે જે વધારવા માટે વૈજ્ઞાનિક અભિગમ અંગે માર્ગદર્શન આપ્યું, સોયાબીનની સુધારેલ જાતો જેમ કે KDS-726 (ફુલે સગમ), MACS 1188, MACS-1281 અને MAUS-612 જેવી ઊંચા છોડ અને વધુ ઉત્પાદન આપતી જાતોનુ વાવેતર માટે ખેડૂતોને સલાહ આપવાની ભલામણ કરી. ઉનાળુ સોયાબીનની ખેતી અંગે ચર્ચા કરી. ખેડૂતો દ્વારા બીજનો દર ભલામણ કરતાં વધારે રાખવાથી ઉત્પાદનમાં ઘટાડો આવે છે તેમજ બીયારણ પાછળ ખર્ચ વધે છે આ બાબતે ખેડૂતોને જાગૃત કરવા વિસ્તરણ કાર્યકરોને જાણ કરવામાં આવી. કાર્યક્રમની શરૂઆતમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા મહેન્દ્રભાઈ પટેલ એમને ગામસેવકોને કેન્દ્રના કાર્યો અંગે અવગત કરી સમયાતરે તાલીમો અને માહિતી માટે કેન્દ્રનો સંપર્ક કરવા ભલામણ કરી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ તલાટી મંડળના ઉપક્રમે તલાટીઓની સમસ્યા અંગે આવેદન પત્ર પાઠવાયુ…

ProudOfGujarat

प्रियंका चोपड़ा को लेके सलमान खान का एक और बयान

ProudOfGujarat

માંગરોળ તાલુકા કોંગ્રેસ લઘુમતી મોરચાના પ્રમુખ પદે ફારૂકભાઇ ઝીણાની વરણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!