વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 અંતર્ગત “અવસર” કેમ્પેઇન તેમજ સ્વીપ પ્રવૃત્તિ અન્વયે રાજ્યનાં તમામ જિલ્લાઓમાં વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યાં છે. ત્યારે ભરૂચ જિલ્લો પણ આ શુભ “અવસર” નાં ઉમંગે અને લોકશાહીનાં રંગે રંગાયો છે. જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરાનાં માર્ગદર્શન હેઠળ ભરૂચમાં જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા સ્વીપ પ્રવૃત્તિ અન્વયે અવનવાં જાગૃતિલક્ષી ક્રમો યોજાઇ રહ્યાં છે જેનાં થકી સામાન્ય નાગરીકોને લોકશાહીનાં મહાપર્વમાં જોડાવા માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
આમોદના સરભાણ ખાતે આર એન પટેલ વિદ્યાલય ખાતે મતદાન જાગૃતિ માટે મેરેથોન યોજાઈ હતી. આ મેરેથોનમા મોટી સંખ્યામાં બાળકો જોડાયા હતા.વધુમાં 150 જંબુસર વિધાનસભાના ભડકોદરા ગામ ખાતે તથા ટંકારી બંદર ખાતે મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત ઇલેકટોરલ લિટરેસી ક્લબ દ્વારા મતદાન જાગૃતિ રેલી અને સિગ્નેચર કેમ્પેઈનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તે સાથે શાળાના બાળકોએ ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા તેમજ રેલી સહિતનાં કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓએ હોંશે-હોંશે ભાગ લીધો હતો.
ભરૂચ : મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત ઇલેકટોરલ લિટરેસી ક્લબ દ્વારા મતદાન જાગૃતિ રેલી અને સિગ્નેચર કેમ્પેઈનનું આયોજન કરાયું.
Advertisement