Proud of Gujarat
FeaturedGujaratINDIA

નાગરિકોને મતદાન માટે પ્રોત્સાહિત કરવા સમગ્ર ભરૂચ જિલ્લામાં ફરી રહ્યો છે ‘અવસર રથ’

Share

ગુજરાત વિધાનસભાની ચૂંટણી સંદર્ભે ‘અવસર લોકશાહીનો’ કેમ્પેઈન અંતર્ગત સમાજના વિવિધ વર્ગના લોકો, સ્થળાંતરિત મતદારો તથા વંચિત મતદારોની ભાગીદારીથી વધુને વધુ મતદાન થાય તે હેતુસર ‘અવસર રથ’ દ્વારા સમગ્ર ભરૂચ જિલ્લા સહિત શહેરના લોકોને મતદાન અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે. જે વિસ્તારોમાં ગત ચૂંટણીમાં ઓછું મતદાન થયું છે, ત્યાંના મતદારોની મતદાન પ્રત્યેની નિરસતા દૂર કરીને, વિવિધ રચનાત્મક કાર્યક્રમો દ્વારા મતદાન પ્રત્યેની જાગૃતિ વધારવા માટે અવસર રથ મારફતે વિશેષ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

અવસર રથ દ્વારા આ ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય અને દરેક નાગરિક સમાન અને સહર્ષ રીતે આ પ્રક્રિયાનો ભાગ બને એવા પ્રયાસોના ભાગરૂપે મતદારોને જાગૃત્ત કરવામાં આવી રહ્યા છે. મતદારોને એક એક મતનું મૂલ્ય સમજાવીને આગામી ૧લી ડિસેમ્બરે અવશ્ય મતદાન કરવા અને અન્ય મતદારોને પ્રેરણા આપવાના સતત પ્રયાસો જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે.

નાગરિકો લોકશાહીના પર્વમાં ઉત્સાહભેર જોડાઈને મતદાન કરે એવા ઉદ્દેશથી વિધાનસભા ક્ષેત્રમાં અવસર રથે ભ્રમણ કર્યું હતું. નાગરિકો, ગ્રામજનોએ અવસર રથના બેનર પર “હું વોટ કરીશ”નો સંકલ્પ લઇ સહી કરી ચૂંટણીમાં અવશ્ય મત આપવાનો સંકલ્પ લીધો હતો.

Advertisement

Share

Related posts

આણંદ-અમદાવાદ,વડોદરા એક્સપ્રેસ હાઇવે પર અકસ્માત,ભરૂચના ૫ શખ્સોના મોત

ProudOfGujarat

નડિયાદ : ઉત્તરસંડા રોડ પર બે ઈસમો પાસેથી ૯૭૦ ગ્રામ ગાંજાનો જથ્થો પોલીસે ઝડપી પાડયો

ProudOfGujarat

અમદાવાદ શહેરની 111 શાળાઓમાં યોજાયું મતદાન જાગૃતિ અભિયાન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!