Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભારે કરી-ડોર ટૂ ડોર પ્રચારમાં નીકળતા ભાજપ-કોંગ્રેસ આપ ના નેતાઓને જોઈએ તેટલું પ્રજાનું સમર્થન નહિ, નેતાઓના સ્વાગત માટે લોકોને અગાઉથી ફુલહાર પહોંચાડે છતાં નિરાશાજનક સ્થિતિ.

Share

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની મોસમ સમગ્ર રાજ્યમાં જામી છે, આગામી ડિસેમ્બર માસમાં યોજાનાર મતદાન પહેલા વિવિધ રાજકીય પક્ષોના ઉમેદવારોએ પોતાના પ્રચાર પ્રસારનો પ્રારંભ કર્યો છે. ભરૂચ જિલ્લામાં પણ પાંચ વિધાનસભા બેઠકો ઉપર આગામી ૧ ડિસેમ્બરના રોજ મતદાન થવા જઇ રહ્યું છે, તેવામાં હવે નેતાઓ મતદારોને આકર્ષવામાં લાગી ગયા છે.

વિધાનસભા ચૂંટણીઓ પહેલા ભરૂચ જિલ્લાની પાંચ પૈકી એક બે બેઠકને બાદ કરતાં તમામ બેઠકો ઉપર પ્રચારમાં લાગેલા નેતાઓને જનતા તરફથી કડવો અનુભવ થતો હોય તેમ લાગી રહ્યું છે, સવારે અને સાંજે ડોર ટુ ડોર પ્રચારમાં નીકળતા નેતાઓને સામેથી આવકાર મળતો હોય તેવા કિસ્સા માત્ર ભાગ્યે જ જોવા મળી રહ્યા છે, પોતાના ઉમેદવારને ભારે જન સમર્થન મળી રહ્યું છે તેવા અયોજનમાં કાર્યકરો નેતાજીના આગમન પહેલાજ લાગી જતા હોય છે.

Advertisement

નેતાજી પ્રચારમાં નીકળે પહેલા જે તે વિસ્તારમાં કાર્યકરો પહોંચી જઈ પોતાના પાસે રહેલા ફુલહારને લોકોને આપી કહી રહ્યા છે કે હમણાં જે ઉમેદવાર આવશે તેઓનું તમારે સ્વાગત કરવાનું છે તમારા વિસ્તારના કામો ઝડપથી થઇ જશે હવે જરા વધારે સંખ્યામાં ભેગા રહેજો, તેવી અનેક બાબતો જણાવી જાણે કે જબરજસ્તી કોઇને કરવામાં આવતી હોય તેવી નીતિ અપનાવવામાં આવી રહી હોય તેમ ચર્ચાઈ રહ્યું છે.

પોતાના પક્ષ તરફી અને પોતાને વધુમાં વધુ મત મળે અને ખૂબ સારો આવકાર મળી રહ્યો છે તેમ જતાવવા માટે નેતાઓ અને તેઓના કાર્યકરો જે વિસ્તારમાં વધુ ભીડ ભેગી કરી હોય તેવા વિસ્તારના ફોટોગ્રાફ લઇ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચાડી તેઓની પાર્ટીના ઉમેદવારને ખૂબ જન સમર્થન મળી રહ્યું છે, તેવો માહોલ બનાવવામાં લાગી ગયા છે.

મહત્વની બાબત છે કે ઉમેદવારી પત્ર ભર્યા બાદથી ઉમેદવારોએ પોતાના પ્રવાસોમાં પણ વધારો કર્યો છે. રોજના ૧૦ થી વધુ ગામોની મુલાકાત તો શહેરી વિસ્તારમાં આખે આખા વોર્ડ ફરવા માટે નેતાઓ જોતરાયા છે તેમાં પણ નેતાઓને જોઈએ તેટલો જન સમર્થન ન મળતો હોવાનુ ચર્ચાઈ રહ્યું છે, તો કેટલાક સ્થળે તો આ પ્રકારે પ્રચારમાં જતા નેતા અને કાર્યકરોને જોઈ લોકો ઘરના દરવાજા પણ ખોલવાની તસ્દી ન લેતા હોય તેમ પણ કેટલાક સ્થળે જોવામાં આવી રહ્યું છે.

ત્યારે પ્રચાર પ્રસારમાં નીકળેલા નેતાઓને મળી રહેલો જનતાનો ફિક્કો પ્રતિસાદની અસર શુ મતદાન ઉપર પડશે..? કે પછી પ્રજા પણ ચૂંટણીમાં ઉભેલા ઉમેદવારોમાં કોઈ ખાસ અંગત રસ ન દાખવી પોતાના મતની બાજીનો ઝુકાવ અકબંધ રાખી પરિણામો ઉપર અસરકારક બનશે તે તો આવનારા દિવસોમાં જ ખબર પડે તેમ છે.


Share

Related posts

ઉમરપાડાના દીવતણ ગામેથી પોલીસે 28,000 નો દારૂ ઝડપી પાડયો.

ProudOfGujarat

મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડતી ભરૂચ એસ.ઓ.જી.

ProudOfGujarat

માંગરોળ : મોસાલી પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની ઇન્સ્પાયર એવોર્ડમાં રાજ્ય કક્ષામા થયેલી પસંદગી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!