Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ જિલ્લામાં આદર્શ આચારસંહિતાના અમલીકરણ માટે રાઉન્ડ ધ કલોક ૪૫ ટીમો દ્વારા સઘન સર્વેલન્સ.

Share

વિધાનસભા ચૂંટણી અંતર્ગત ભરૂચ જિલ્લામાં આદર્શ આચારસંહિતાના સુચારૂ અમલીકરણ માટે ચૂંટણી તંત્ર દ્વારા રાઉન્ડ ધ કલોક ૪૫ ટીમો દ્વારા સઘન સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. ૭૦ ચેકીંગ નાકા ઉપર રાઉન્ડ ધ ક્લોક ૮ કલાકની ત્રણ શિફ્ટમાં ટીમો તૈનાત કરીને વાહનોની તપાસ, રોકડની હેરફેર, હથિયારો, લીકર વગેરે જેવી પ્રતિબંધિત વસ્તુઓ પર બાજ નજર રાખવા સહિત વાહન નંબર તેમજ કોન્ટેક્ટ નંબરની નોંધણી કરવાની કામગીરી થઈ રહી છે.

નિષ્પક્ષ ચૂંટણી પ્રકિયા માટે આર્થિક લેવડ દેવડના કિસ્સામાં આચારસંહિતાનો ભંગ ન થાય તે માટે ભરૂચના પાંચ વિધાનસભા મત વિસ્તારમાં ૨૪ કલાક વાહનોની સઘન તપાસ કરવામાં આવી રહી છે. આ માટે ભરૂચની પાંચ વિધાનસભા મતવિસ્તારમાં SST-સ્ટેટીક સર્વેલન્સ ૨૧ ટીમ, FST-ફલાઇંગ સ્કવોડની ૨૧ ટીમ, VST-વિડિયો સર્વેલન્સની ૬ ટીમ, VVT- વિડિઓ વ્યુઇંગની ૫ ટીમો દ્વારા સર્વેલન્સની સઘન કામગીરી કરવામાં આવી રહી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર નેશનલ હાઇવે 48 ઉપર ખરોડ નજીક ટ્રક ની પાછળ કાર ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો

ProudOfGujarat

નર્મદા નદીમાં મગરનું જોખમ વધશે.ગરમીમાં નદીમાં ન્હાતા પહેલા વિચારજો…

ProudOfGujarat

પંચમહાલ-અડાદરામાં ડૉ. પ્રેમનાથે મહિલાને સ્ટ્રેચર પર સુવડાવી અડપલાં કર્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!