આગામી વિઘાનસભાની ચૂંટણીમાં લોકો વધુને વધુ મતદાન કરવા માટે પ્રેરીત થાય તે હેતુથી જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત સિસ્ટમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઇલેક્ટોરલ પાર્ટીશિપેશન (SVEEP) પ્રોગ્રામ અંતર્ગત દરેક તાલુકાના ઓછું મતદાન ધરાવતાં વિસ્તારોમાં રેલી, રૂબરૂ સંપર્ક, સિગ્નેચર કેમ્પેઈન વગેરે કાર્યક્રમો દ્વારા મતદાન જાગૃતિની પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે.
જે અંતર્ગત આજના દિવસમાં નર્મદા કેલરોક્ષ સ્કૂલ, ભરૂચ ખાતે શિક્ષકો સાથે મતદાન શપથ અને સિગ્નેચર કેમ્પેઈન, જંબુસર નગરપાલિકા વિસ્તારમાં પ્રાંત અધિકારી અને મામલતદાર દ્વારા મતદાન રેલી અને સિગ્નેચર કેમ્પેઈન તેમજ કરમાડ ગામ ખાતે મતદાનની ટકાવારી વધારવાના હેતુસર મતદાન જાગૃતિ રેલી અને સિગ્નેચર કેમ્પેઇન અને શિક્ષકો સાથે મતદાન શપથ વગેરે જેવા વિવિધ કાર્યક્રમો જિલ્લામાં થયા હતા.
ભરૂચ જિલ્લામાં સ્વીપ પ્રોગ્રામ અંતર્ગત મતદાન જાગૃતિની પ્રવૃત્તિ કરાઇ.
Advertisement