પત્રકારો એ માસિક હપ્તા ની વાત કરતા પોલીસે બીજા પક્ષોની ફરીયાદ લીધી…
પત્રકારોએ ગાળો ભાંડતા સ્થાનિક રહિશોનુ ટોળુ ફરી વળ્યું..
પોલીસે અજાણ્યા શખ્શો વિરૂધ્ધ ફરીયાદ નોંધી
ભરૂચના કસક વિસ્તારમાં દેશી-દારૂનો અડ્ડો ચાલી રહ્યો હોવાની બાતમીને લઈ સાપ્તાહીક વર્તમાન પત્રનો પત્રકાર અને અન્ય બે મળી ત્રણ જણ કવરેજ લેવા જતા જાહેર માં ગાળો ભાંડતા સ્થાનિક રહીશોના ટોળાઓએ એકત્રીત થઈ પત્રકાર સહીત બે મળી ત્રણ જણાને ઢીબી નાખતા મામલો પોલીસ મથકે નોંધાયો હતો.
બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચના કસક વિસ્તારની ઝુપડપટ્ટી માં દેશી-દારૂનો અડ્ડો ચાલતો હોવાની બાતમી સાપ્તાહીક અખબારના પત્રકારને મળતા તે અન્ય બે પત્રકાર સાથે મળી ત્રણે જણ કેમેરા સાથે ઘટના સ્થળે પહોંચી ને દમ-દાટી મારી રહ્યા હતા ત્યારે પત્રકારો જાહેરમાં જ ગાળો ભાંડતા આસપાસના લોકો એકત્રીત થઈ ગયા હતા અને પત્રકારોનો રોફ ઝાડનારા ત્રણે જણા ને ઢોર માર મારતા ત્રણે જણ પોતીનો જીવ બચાવી ભાગ્યા હતા અને પોલીસ મથકે દોડી જઈ અજાણ્યા હુમલા ખોરો વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી
પત્રકરોએ રૂપિયાની માંગણી કરી હોવાના આક્ષેપો સાથે ઝુપડપટ્ટી ના રહીશોએ પણ પત્રકાર અને અન્ય બે જણ મળી ત્રણ જળ વિરૂધ્ધ પોલીસ મથકે ફરીયાદ આપી હતી
પોલીસે બીજા પક્ષોની ફરીયાદ લઈ વધુ તપાસ શરૂ કરી હતી.