ગુજરાત વિધાનસભાની ચૂંટણી આગામી ડિસેમ્બર માસના પ્રથમ સપ્તાહ માં યોજાવવા જઈ રહી છે, તેવા વિવિધ રાજકીય પક્ષો જે તે વિધાનસભા બેઠકો ઉપર પોતાના મુરતિયાઓ ઉતારવાની કવાયત પુરજોશ માં કરી છે,તેવામાં ભરૂચ જિલ્લા ની પાંચ વિધાનસભા બેઠક પર અગાઉ ત્રણ ઉમેદવારો જાહેર કરી ચુકેલી કોંગ્રેસ પાર્ટી એ અન્ય બે ઉમેદવારો ના નામ જાહેર ન કરતા અનેક રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું હતું,જે બાદ ગત રાત્રી ના સમયે કોંગ્રેસ દ્વારા બહાર પાડવામાં આવેલ ઉમેદવારો ની ચોથી યાદીમાં ભરૂચ અને જંબુસર બેઠક ના ઉમેદવારો ના નામ જાહેર કરવામાં આવતા સમર્થકો અને કોંગી કાર્યકરો માં ઉત્સાહ નો માહોલ જોવા મળ્યો હતો.
ભરૂચ વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસ દ્વારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રમેશ મિસ્ત્રી સામે સિનિયર કોંગ્રેસી જયકાંત પટેલ ને મેદાન માં ઉતાર્યા છે,અંકલેશ્વરના માંડવા ગામના વતની જયકાંત પટેલની રાજકીય સફર ની વાત કારીએતો વર્ષ ૧૯૮૪ થી કોંગ્રેસ સાથે સંકળાયેલા જયકાંત પટેલ વર્ષ ૧૯૯૦ માં પ્રથમ વખત સરપંચ પદ ની ચૂંટણી લડ્યા હતા અને જીત મેળવી તેઓ સરપંચ બન્યા હતા જે બાદ ૧૯૯૫ માં પણ ફરી વખત તેઓ સરપંચ બન્યા હતા,તો વર્ષ ૨૦૦૦ ની સાલ માં તેઓ અંકલેશ્વર ના અંદાડા બેઠક પરથી જિલ્લા પંચાયત ના સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા અને જિલ્લા પંચાયત માં સિંચાઈ તેમજ પશુપાલન વિભાગ ના ચરમેન બન્યા હતા.
સતત કોંગ્રેસ સાથે રહેલા જયકાંત પટેલની રાજકીય સફર જોતા વર્ષ ૨૦૨૨ ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ૧૫૩ ભરૂચ વિધાનસભા બેઠક ઉપર તેઓને કોંગ્રેસ પક્ષ ના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા હતા જે બાદ થી જ કોંગ્રેસ ના કાર્યકરો સહિત તેઓના સમર્થકો માં ખુશીનો માહોલ છવાયો હતો અને ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે તેઓના સમર્થકોએ ભારે આતશબાજી કરી જયકાંત પટેલ ને શુભેચ્છાઓ પાઠવી હતી.
તો બીજી તરફ ભરૂચ જિલ્લા ની જંબુસર બેઠક ઉપર ગત ટર્મ માં ધારાસભ્ય રહી ચૂકેલા સંજય સોલંકી ને વર્ષ ૨૦૨૨ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસ પાર્ટીએ તેઓને વધુ એક વખત પસંદ કરી રિપીટ કરવામાં આવતા સંજય સોલંકી ના સમર્થકો અને કાર્યકરો અને માં પણ ભારે ઉત્સાહ નો માહોલ છવાયેલો જોવા મળ્યો હતો.
હારુન પટેલ : ભરૂચ