Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ વિઘાનસભા મતદાર વિભાગના જુદાં જુદાં સ્થળો પર ચાલતા તાલીમ વર્ગોની જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ મુલાકાત કરી.

Share

ભરૂચ જિલ્લામાં આગામી તા.૦૧ લી ડિસેમ્બર,૨૦૨૨ ના રોજ યોજાનારી વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૨ સંદર્ભે થનારી મતદાનની કામગીરી સુનિશ્વિત રીતે સુપેરે પાર પડે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓ-કર્મચારીઓને તેમની ફરજના ભાગરૂપે કરાયેલા તબક્કાવાર તાલીમી આયોજનના ભાગરૂપે ભરૂચ જિલ્લાના વિધાનસભા મતવિસ્તારના અલગ – અલગ સ્થળોએ ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં પ્રિસાઇડીંગ-આસિસ્ટન્ટ પ્રિસાઇડીંગ અને પોલિંગ ઓફિસરોને દ્વિ-દિવસીય તાલીમ વર્ગનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

પ્રિસાઇડિંગ ઓફિસર, આસિસ્ટન્ટ પ્રિસાઇડીંગ ઓફિસર, પોલીંગ ઓફિસર તેમજ ઝોનલ ઓફિસર સહિતના અધિકારીઓ-કર્મચારીઓ માટે યોજાયેલા આ તાલીમ વર્ગમાં સુપરવાઇઝરી કામગીરી બાબતે ચોકસાઇ અને સચોટતાની સાથે મતદાનની કામગીરી સરળ બની રહે તે માટે ઝોનલ ઓફિસરને જરૂરી કાળજી રાખવાની દ્વિ-દિવસીય તાલીમ વર્ગનો પ્રારંભ થયો છે. આ દરમ્યાન ચૂટંણી અધિકારી શ્રી અને જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ ૧૫૩- ભરૂચ વિધાનસભા મતવિસ્તાર, ૧૫૦- જંબુસર, ૧૫૧- વાગરા, ૧૫૨- ઝઘડીયા ,૧૫૩- ભરૂચ, ૧૫૪- અંકલેશ્વર વિઘાનસભા મતદાર વિભાગના ચાલતા તમામ તાલિમ વર્ગોની મુલાકાત યોજી હતી.

એસ.વી.એમ.આઈ.ટી. કૉલેજ ભરૂચ, ગવરમેન્ટ પોલીટેકનિક કૉલેજ ભરૂચ, ગટ્ટુ વિદ્યાલય અંકલેશ્વર, શ્રોફ ફાઉન્ડેશન સંચાલિત પોલીટેકનિક કોલેજ વાલિયા વગેરે સ્થળો પર ચાલતા તાલિમ વર્ગોની મુલાકાત યોજી કલેકટર તુષાર સુમરાએ તાલિમ વર્ગોની મુલાકત લેતા ચુંટણી અનુલક્ષીને પ્રિસાઇડીંગ-આસિસ્ટન્ટ પ્રિસાઇડીંગ અને પોલિંગ ઓફિસરોને વિવિધ સૂચનાઓ, માર્ગદર્શન આપ્યા હતાં તેમજ નોંધણી, મોકપોલ, મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ EVM મશીન VVPAT સીલ કરીને તેના ડિસ્પેચીંગ સુધીની તમામ બાબતો અંગે જરૂરી માર્ગદર્શન પુરૂ પડી કલેક્ટર કચેરીએ આવનારા દીવસોમાં ૨૪x૭ દીવસ કંટ્રોલરૂમ ચાલુ થશે જેમાંથી માહિતી મેળવી શકાશે.

જિલ્લા ચૂંટણી અધિકારી તરીકેની ફરજ અનુસંધાને તેમણે પોતાના ભૂતકાળના અનુભવો વર્ણવી ઓફિસરોને હકારાત્મક વાતાવરણ પૂરું પાડી પ્રોત્સાહન આપ્યુ હતું અને ચૂંટણી દરમ્યાન તમામ ઓફિસરોને તમામ સુવિધા મળે તેવો પ્રયાસ તંત્ર કરશે તેવી ખાતરી આપી હતી. આવનારી ચૂંટણી સુપેરે પાર પડે તેવાં પ્રયાસ કરવા પ્રિસાઇડીંગ-આસિસ્ટન્ટ પ્રિસાઇડીંગ અને પોલિંગ ઓફિસરોને આહવાન કર્યું હતું.

Advertisement

Share

Related posts

ઝનોર અને ધર્મશાળા સહિત અંગારેશ્વર નર્મદા નદીના કાંઠા વિસ્તારોમાં ખનન માફિયાઓને છૂટો દોર મળ્યો..?

ProudOfGujarat

અમદાવાદ જિલ્લાના આરોગ્ય વિભાગના કર્મચારીઓને એનવીબીડીસીપી ની તાલીમ આપવામાં આવી

ProudOfGujarat

ગુરુ રંધાવા અને સઈ માંજરેકરના “કુછ ખટ્ટા હો જાયે” ના સેટ પરથી આ ફોટા વાયરલ થયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!