ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓનો જંગ જામ્યો છે, રાજકીય પક્ષો પોતાના ઉમેદવારો જાહેર કરી ચૂંટણીના મેદાનમાં ઉતરી પડ્યા છે સાથે જ પોતાના વિરોધી પક્ષો ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપો નો દોર શરૂ કર્યો છે,આ બધા વચ્ચે નેતાઓ દ્વારા સોશિયલ મિડિયા નો પણ ભરપૂર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે,તેવામાં ઝઘડિયા વિધાનસભા બેઠક પર થી સતત જીત મેળવી આ વખતે ચૂંટણીના મેદાન માં ન ઉતરનાર બીટીપી ના સંયોજક છોટુ વસાવા છેલ્લા કેટલાક દિવસ થી ફેસબુક લાઈવ ના માધ્યમ થી પોતાની વાતો રજુ કરી રહ્યા છે અને વિરોધી પક્ષો પર પ્રહાર કરી રહ્યા છે.
તેવામાં આજે સવારે પણ ફેસબુક લાઈવના માધ્યમ થકી છોટુ વસાવા લાઈવ થયા હતા અને તેઓના સાથે બઠેલા વ્યક્તિઓ સાથે તેઓ ચર્ચા કરતા નજરે પડ્યા હતા જેમાં તેઓ કેટલીક બાબતો ઉપર ચર્ચા કરતા કરતા મા..બેન સમાન ની ગાળો ભાંડતા નજરે પડ્યા હતા,તેમજ વધુમાં તેઓએ આર. એસ.એસ. અને તણેવ રાજકીય પક્ષો ઉપર આકાર પ્રહાર પણ કર્યા હતા,સાથે જ આ દેશ હિન્દુસ્તાન નહિ પરંતુ ભારત તરીકે ઓળખાય તેવા પણ નિવેદનો આપતા નજરે પડ્યા હતા.
છોટુ વસાવાએ વર્તમાન સરકારને ખાટકીઓથી ચાલતી સરકાર જણાવી હતી સાથે સાથે તેઓ એ જણાવ્યું હતું કે રીઝર્વેશનમાં ટિકિટો ફાળવી ખતમ કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે તેવી પણ ચર્ચાઓ કરતા વીડિયોમાં નજરે પડ્યા હતા. છોટુ વસાવાએ પોતે હળવા અંદાજમાં વાતચીત દરમિયાન અનેક વખત ખુલ્લી ગાળોનો ઉપયોગ કર્યો હતો,જે તમામ બાબત તેઓના આજના ફેસબુક લાઈવના વીડિયોમાં જોઈ શકાય છે જે બાદ આખો મામલો ચર્ચાસ્પદ બન્યો છે.