Proud of Gujarat
GujaratFeaturedINDIA

પોલીસ કર્મચારીનુ ચક્કર આવતા પડી જતા મોત નીપજ્યુ …

Share

ભરૂચ નગરનાં લીમડીચોક મસ્જીદ પાસેના વિસ્તારમાં ગત રોજ સાંજના સમયે એક પોલીસ કર્મચારીનુ ચક્કર આવતા પડી જતાં મોત નીપજ્યુ હતું આ બનાવ અંગેની વિગત જોતા ભરૂચ પોલીસ બી ડીવીઝન પોલીસનાં સુત્રોના જણાવ્યા અનુસાર ગત રોજ સાંજના સાત વાગ્યાનાં સુમારે આ બનાવ બન્યો હતો જેમાં હાલ આમોદ પોલીસ મથક ખાતે ફરજ બજાવતા અશ્વિન સોમાભાઈ કટારા ઉ.વર્ષ ૪૮ મુળ રહે. ગોધરા જીલ્લો હાલ રહે. ભરૂચ હેડ કોટર્સ ને સાંજે સાત વાગે લીમડી ચોક પાસે ચક્કર આવતાં તેઓ પડી ગયા હતા અને બેભાન થઈ ગયા હતા તેમને પોલીસ પેટ્રોલિંગ ના વાહનમાં સિવિલ હોસ્પીટલ ખાતે સારવાર અર્થે લઈ જવાયા હતા જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા આ બનાવની તપાસ બી ડીવીઝન પોલીસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

આગામી 72 કલાક માં નવસારી જિલ્લામાં ભારે વરસાદ ની આગાહી

ProudOfGujarat

નડિયાદ : ધર્મસિંહ દેસાઈ હાર્ટ હોસ્પિટલ ખાતે EVM-VVPATનું નિર્દર્શન યોજવામાં આવ્યું

ProudOfGujarat

ભરૂચ : અસુરિયા ગામ નજીક ટ્રક – બાઇક વચ્ચે અકસ્માત, એકનું મોત…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!