ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણીઓ યોજાય તે માટે વહીવટી તંત્ર પણ કામે લાગી ગયું છે, પોલીસ વિભાગ દ્વારા પણ ચૂંટણીઓને લઇ સતર્કતા દાખવવામાં આવી રહી છે. ભરૂચ જિલ્લામાં વિવિધ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ વિભાગ દ્વારા ફૂટ પેટ્રોલીંગ અને ફ્લેગ માર્ચ કરવામાં આવી રહ્યું છે.
ભરૂચ જિલ્લાના વાગરા વિધાનસભા મત વિસ્તારમાં આવતા સંવેદનશીલ વિસ્તારોમાં ભરૂચ પોલીસ વિભાગ અને એસ.એસ.બી ના જવાનો દ્વારા ફૂટ પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું, ચૂંટણીઓ ટાણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જણવાઈ રહે તે માટે પોલીસ વિભાગ સતર્ક બન્યું છે, જિલ્લામાં જે તે એન્ટરસ સ્થળોએ ચેકીંગ પણ હાથ ધરવામાં આવી રહ્યું છે.
ભરૂચ જિલ્લામાં પણ રાજકીય માહોલ જામ્યો છે, જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો ઉપર લાખો મતદારો પોતાના મત અધિકારનો ઉપયોગ કરવા જઇ રહ્યા છે, તેવામાં પોલીસ વિભાગ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં સતર્કતા દાખવવા સાથે ફ્લેગ માર્ચ કરવામાં આવી રહી છે.
હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744