ભરૂચ જિલ્લા કલેકટર અને ચૂંટણી અધિકારી ડૉ.તુષાર સુમેરા દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ પત્રકારોને માહિતી આપતા ચૂંટણી આચારસંહિતાની જાહેરાત કરી હતી અને ચૂંટણીલક્ષી માહિતી આપતા જણાવ્યુ હતું કે ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભાની ફોર્મ ભરવાની તારીખ અને ચૂંટણીની તારીખ સહિત મત ગણતરીની તારીખોની વિગતો આ પ્રમાણે આપી હતી.
1. ચૂંટણીનું જાહેરનામુ બહાર પાડવાની તારીખ 5-11-2022 (શનિવાર)
2. ઉમેદવારી પત્રો રજૂ કરવાની છેલ્લી તારીખ 14-11-2022 (સોમવાર)
3. ઉમેદવારી પત્રોની ચકાસણી તારીખ 15-11-2022 (મંગળવાર)
4. ઉમેદવારી પાછા ખેંચવાની છેલ્લી તારીખ 17-11-2022 (ગુરુવાર)
5. મતદાન તારીખ 1-12-2022 (ગુરુવાર)
6. મતગણતરીની તારીખ 8-12-2022 (ગુરુવાર)
7. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાની તારીખ 10-12-2022 (શનિવાર)
મુખ્ય ચૂંટણી અધિકારી દિલ્હી ખાતેથી અપાયેલ સૂચનાઓને આધારે ભરૂચ જિલ્લાની 150 – જંબુસર, 151 – વાગરા, 152 – ઝઘડિયા, 153 – ભરૂચ, 154 – અંકલેશ્વર એમ કુલ મળી 5 વિધાનસભાની ચૂંટણીમાં કુલ-12,65,588 મતદારો મતદાન કરી શકશે જેમાં પુરુષ – 6,49,826, મહિલા – 6,15,691, ટ્રાન્સઝેન્ડર – 71 કુલ મળી 12,65,588 મતદારો જીલ્લામાં નોંધાયેલા છે. સદર ચૂંટણી દરમિયાન ચૂંટણી મતદાન મથકો ઉપર દિવ્યાંગ મતદાર માટે રેમ્પની તથા ચેર વ્યવસ્થા, મતદારો માટે પાણીની વ્યવસ્થા, સિનિયર સિટીઝન માટે વેઇટિંગ રૂમની વ્યવસ્થા, બાથરૂમનિ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે.
વધુમાં જણાવ્યુ હતું કે જીલ્લામાં મોડલ મતદાન મથક, ઇકો મતદાન મથક, સખી મતદાન મથક, દિવ્યાંગ કર્મચારીઓ દ્વારા સંચાલિત મતદાન મથક યુવા મતદાન મથકની રચના કરવામાં આવી છે.
ભરૂચ જિલ્લાના આલિયા બેટ ખાતે પ્રશાસન દ્વારા કન્ટેનર મૂકી મતદાન મથક ઊભું કરવામાં આવશે. જેથી આલિયા બેટના મતદારો પોતાના મત સમયસર અને ઉપયોગી મતદાન કરી શકે. વધુમાં ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર તુષાર સુમેરાએ ભરૂચ જિલ્લાના દરેક મતદારોને લોકશાહીના આ પર્વમાં વધુમાં વધુ મતદાન કરી પોતાની મત શક્તિનો ઉપયોગ કરે તેવી અપીલ કરી હતી.