Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : સેવાશ્રમ રોડ પર બેકાબુ બનેલ ફોર વ્હીલ કાર સ્ટેચ્યૂ પાર્ક પાસેની દિવાલમાં ઘુસી જતા દોડધામ.

Share

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ શહેરમાં ગત રાત્રીના સમયે અકસ્માતની ઘટના બનતા દોડધામ મચી હતી. સેવાશ્રમ રોડ પરના સ્ટેચ્યૂ પાર્ક પાસેની દિવાલમાં બેકાબુ બનેલ કારના ચાલકે ધડાકાભેર કારને દીવાલમાં ઘુસાડી દેતા ઉપસ્થિત લોકોમાં નાસભાગ મચી હતી. કાર ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.

ભરચક એવા સેવાશ્રમ રોડ પર આ ઘટના બનતા એક સમયે લોકોના ટોળા સ્થળ ઉપર ઉમટી પડયા હતા, જોકે અકસ્માતની ઘટના બાદ કારનો ચાલક કારને સ્થળ પર જ છોડીને ફરાર થયો હોવાનું પણ સામે આવ્યું હતું, ઘટના અંગેની જાણ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે કરવામાં આવતા પોલીસે સ્થળ પર દોડી જઈ મામલે તપાસ શરૂ કરી હતી.

Advertisement

અચાનક બનેલ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી, જોકે કાર નજીકની દીવાલમાં ધડાકાભેર ઘુસી જતા દીવાલના ભાગને નુકશાની થઇ હોવાનું સામે આવ્યું છે.

હારુન પટેલ : ભરુચ
મો. : 99252 22744


Share

Related posts

ગુજરાત ATS એ પોરબંદરમાં આતંકી સંગઠન સાથે સંકળાયેલા ચાર શખ્શોની કરી ધરપકડ

ProudOfGujarat

ભરૂચ : અસનાવી ગામ નજીક ઉભેલ ટ્રક સાથે મોટરસાયકલ અથડાતા ચાલકનું મોત…

ProudOfGujarat

ભરૂચમાં જુગારીઓ જેલ ભેગા થયા, બે સ્થળે પોલીસના દરોડામાં ૧૫ ઝડપાયા, હજારોનો મુદ્દામાલ જપ્ત કરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!