Proud of Gujarat
INDIAFeaturedGujarat

રોડ,રસ્તા અને ગટરની સમસ્યાનો ઉકેલ ન આવ્યો તો ચૂંટણી બહિષ્કારની નેત્રંગ ખાતેના રહીશોએ ચીમકી ઉચ્ચારી.

Share

ભરૂચ જિલ્લાના નેત્રંગ પંથકમાં આવેલ જવાહર બજાર અને ગાંધી બજાર વિસ્તારના રહીશોએ નેત્રંગ મામલતદારને એક આવેદનપત્ર પાઠવી આગામી ચૂંટણી બહિષ્કાર કરવા અંગેની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. નેત્રંગ પંથકના સ્થાનિકોનું જણાવવું છે કે જવાહર બજાર અને ગાંધી બજાર વિસ્તારના રસ્તા છેલ્લા કેટલાય વખતોથી બિસ્માર છે, રસ્તા પર ઊડતી ધૂળની ડમરીઓથી સ્થાનિકોને અસ્થમા જેવી બીમારીઓનો ખતરો મંડરાઈ રહ્યો છે.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં મુખ્ય માર્ગે આવેલ ગટર લાઈનો પણ ચોકઅપ છે જેને કારણે ગટર લાઈનનું ગંદુ પાણી રસ્તા ઉપર વહેતુ થયું છે જે બાદ આખા વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય ઉભું થયું છે. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ આ બાબતે તેઓએ અવારનવાર રજૂઆતો કરી છે તેમ છતાં તેઓની આ પ્રકારની સમસ્યાઓનો આજદિન સુધી કોઈપણ જાતનો નિરાકરણ આવ્યો નથી, જેને લઇ આખરે સ્થાનિકોએ નેત્રંગ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું છે.

Advertisement

સ્થાનિકો જણાવી રહ્યા છે કે જો આગામી દિવસોમાં તેઓની આ સમસ્યાઓનું વહેલી તકે નિરાકરણ નહિ આવે તો જવાહર બજાર અને ગાંધી બજાર વિસ્તારમાં વસતા સ્થાનિક લોકો આવનાર વિધાનસભા ચૂંટણીનો બહિષ્કાર કરશે તેવી ચીમકી પણ આવેદનપત્રમાં આપવામાં આવી હતી.

હારુન પટેલ : ભરુચ
મો. : 99252 22744


Share

Related posts

ભરૂચ-દહેજ માર્ગનું 15 દિવસમાં રીપેરિંગ નહીં થાય તો ટોલનાકાને બંધ કરી દેવાશે…

ProudOfGujarat

ભરૂચનાં ફલશ્રુતિ નગર વિસ્તારમાં ધોળે દહાડે મહિલા પર ચપ્પુ વડે હુમલો થતા ચકચાર મચી, ગંભીર રીતે ઘાયલ મહિલાને સારવાર હેઠળ ખસેડવામાં આવી.

ProudOfGujarat

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં બાળમેળો યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!